Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના ઘુંટુ નજીક ડમ્પરે બાઇકને ઠોકરે ચડાવતા બેના મોત

મોરબીના ઘુંટુ નજીક ડમ્પરે બાઇકને ઠોકરે ચડાવતા બેના મોત

મોરબીના ઘુંટુ નજીક ત્રણ દિવસ પૂર્વે ડબલ સવારી બાઈકને પુરપાટ ઝડપે આવતા કાળમુખા ડમ્પર ચાલકે હડફેટે લઇ બાઈક ચલાવી રહેલા આધેડ અને પાછળ બેઠેલા વ્યક્તિને ડમ્પરના પાછલા જોટામા લઈ લેતા આધેડનું ઘટના સ્થળે જ અને પાછળ બેઠેલા વ્યક્તિનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.અકસ્માતની આ ઘટનામાં ડમ્પર ચાલક વાહન રેઢું મુકી નાસી ગયો હતો.

અકસ્માતના આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદી મુકેશભાઈ અમૃતભાઈ વાઘેલાએ જાહેર કર્યુ હતું કે, ગત તા.22ના રોજ સવારે સાડા અગિયારેક વાગ્યાના અરસામાં તેમના પિતાજી અમૃતભાઈ અને દિનેશભાઈ કરશનભાઈ જાદવ રેકડાના ટાયરમાં પંચર સંધાવવા માટે બાઈક લઈને જતા હતા ત્યારે હળવદ તરફથી આવી રહેલા જીજે -36 – એક્સ – 5539 નંબરના ડમ્પર ચાલકે ક્રિયાન પેટ્રોલપંપ નજીક બાઈકને ઠોકર મારી પાછલા જોટામા લઈ લેતા અમૃતભાઈનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું જ્યારે પાછળ બેઠેલા દિનેશભાઈ કરશનભાઈ વાઘેલાનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માત સર્જ્યો બાદ ડમ્પર ચાલક વાહન રેઢું મૂકી નાસી જતા અકસ્માતની આ ઘટના અંગે મુકેશભાઈએ તાલુકા પોલીસ મથકમાં ડમ્પર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments