Tuesday, March 24, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી જિલ્લા આરટીઓ કચેરી નજીક એજન્ટ/ બિનઅધિકૃત ઈસમોની અવર જવર પર પ્રતિબંધ

મોરબી જિલ્લા આરટીઓ કચેરી નજીક એજન્ટ/ બિનઅધિકૃત ઈસમોની અવર જવર પર પ્રતિબંધ

મોરબી જિલ્લા આરટીઓ કચેરીમાં તારીખ 01/07/1989 થી એજન્ટ પ્રથા અમલમાં નથી. જો કે કોઈકવાર બિન અધિકૃત ઈસમો દ્વારા અત્રેની કચેરીના કમ્પાઉન્ડમાં લેભાગુ પ્રવૃતિઓ આચરવામાં આવે છે. આવી પ્રવૃત્તિઓ રોકવા, લોકોના નાણાંનો ખોટી રીતે વ્યય ન થાય, સરકારના નિયમોનું વ્યવસ્થિત પાલન થાય અને કચેરીની કામગીરી ઝડપથી આગળ વધે તે માટે બિન અધિકૃત વ્યક્તિઓની મોરબી જિલ્લા આરટીઓ કચેરી અને તેના આસપાસના વિસ્તારોમાં અવર જવર કરવા પર પ્રતિબંધ લગાવવો આવશ્યક છે.

આ તમામ મુદ્દાને ધ્યાનમાં રાખતા જિલ્લા મેજિસ્ટ્રેટ કે.બી.ઝવેરી, મોરબી દ્વારા વાંકાનેર મોરબી નેશનલ હાઇવે જાંબુડીયા ખાતે સ્થિત સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીની કચેરી, મોરબી ખાતે સમગ્ર કમ્પાઉન્ડમાં, આ કચેરીમાં કામ કરતા સરકારી અધિકારીઓ, કર્મચારીઓ, પોતાના સરકારી કામ માટે આવેલા હોય, વ્યાજબી કામ સબબ આવેલા અરજદારો તથા નાગરિકો સિવાયના અનઅધિકૃત વ્યક્તિઓ, વ્યક્તિઓના ટોળાઓને આ કચેરી અને આસસના વિસ્તારમાં પ્રવેશ કરવા પર અટકાવવા, ઊભા રહેવા અને અત્રે જણાવેલ તમામ બાબતો અનુસાર ગેરકાયદેસર કામગીરી કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે. ઉક્ત પ્રતિબંધાત્મક હુકમ આગામી તારીખ 24/01/2025 સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનારી વ્યક્તિ શિક્ષાને પાત્ર બનશે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments