Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિવસ નિમિતે વકતૃત્વ સ્પર્ધા યોજાશે 

મોરબીમાં આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિવસ નિમિતે વકતૃત્વ સ્પર્ધા યોજાશે 

મોરબી: “આર્યભટ્ટ” લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી દ્વારા આગામી તારીખ 3 ડિસેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય (વિકલાંગ) દિવ્યાંગ દિવસ નિમિત્તે વક્તૃત્વ સ્પર્ધા “દિવ્યાંગને હું શું શું મદ્દદ કરીશ” સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ વક્તૃત્વ સ્પર્ધાના વિષય છે “દિવ્યાંગો ને હું શું શું મદ્દદ કરીશ” આ વક્તૃત્વ સ્પર્ધામાં કેટેગરી -મુજબ સમય મર્યાદા માં વિડીયો બનાવી ભાગ લઇ શકાશે. જેમકે કેટેગરી:-1 ધો:-1, 2, 3, 4 મહત્તમ એક થી દોઢ મીનીટ ની સમય મર્યાદા, કેટેગરી-2 ધો:-.5, 6, 7, 8 માટે મહત્તમ બે મીનીટ સમય મર્યાદા, કેટેગરી-3 ધો:-9, 10, 11, 12 માટે મહત્તમ બે થી અઢી મિનીટ સમય મર્યાદા, કેટેગરી-4 (કોલેજ સ્ટુડન્ટ, શિક્ષકમિત્રો તથા વાલીઓ માટે મહત્તમ ત્રણ મીનીટ સમય મર્યાદા રાખવામા આવી છે. વિડીઓ બનાવી આગામી તા.3 /12/ 2024 સાંજે 6 વાગ્યા સુધીમાં મો. 98249 12230, 97279 86386 પર મોકલી આપવા દિપેનભાઈ ભટ્ટની યાદીમાં જણાવવામાં આવ્યુ છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments