Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiઅગાઉના ઝઘડાનો ખાર રાખી યુવાન પર સાત શખ્શોનો હુમલો: કાર ચડાવી દેવા...

અગાઉના ઝઘડાનો ખાર રાખી યુવાન પર સાત શખ્શોનો હુમલો: કાર ચડાવી દેવા પ્રયાસ

માળીયા (મીં) : અણીયારી ટોલનાકા નજીક રોડ ઉપર યુવક પર અગાઉના ઝઘડાનો ખાર રાખી સાત શખ્સોએ યુવકની કાર પર છરી, તલવાર, ધારીયા વડે હુમલો કરી ઈજા કરી યુવક તથા સાહેદોને મારી નાખવાના ઇરાદાથી આરોપીઓએ પોતાની કાર ફરીયાદી તથા સાહેદો પર ચડાવી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

માળીયા (મીં) તાલુકાના નવાગામ રહેતા અબ્દુલભાઈ ઉર્ફે કાળુ ઉમરભાઈ જેડાએ આરોપી ઇકબાલ ઉર્ફે ઇકો હાજીભાઈ મોવર, રફીક હાજીભાઈ મોવર, ઇકબાલનો ભાણેજ યુસુબ સંધવાણી, જાકીર હબીબ જેડા રહે-બધા ખીરઈ તથા અવેશ હબીબ જેડા, સબીર જાકીર જેડા, કાળા જાકીર જેડા (રહે.ત્રણેય વાંઢ વિસ્તાર રોડ ઉપર માળીયા)વાળા વિરુદ્ધ માળિયા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ફરીયાદીના ભાણેજ સદામને આરોપીઓ સાથે અગાઉ સામાન્ય બોલચાલી થય હોય તેનું મનદુઃખ રાખી આરોપીઓએ છરી, ધારીયા, તલવાર જેવા હથીયાર વડે ફરીયાદીની અર્ટીકા ફોરવ્હીલ નં- જીજે-૩૯- સી.બી-૭૧૮૧ ઉભી રખાવી તેના પર તમામ આરોપીઓએ હથીયારો વડે હુમલો કરી ગાડીમા નુકસાન કરી ફરીયાદીને તથા સાહેદોને ઈજા કરી આરોપીઓએ પોતાના હવાલાવાળી થાર, ફોર્ચ્યુનર, સ્વીફ્ટ, આઈ ૨૦ વાળી લઇ ફરીયાદી તથા સાહેદોને મારી નાખવાના ઇરાદેથી તેઓના માથે ચડાવી દઇ ફરીયાદી તથા સાહેદોને ઈજા કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments