Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiવાંકાનેર પોલીસ દેશી દારૂના ધંધાર્થીઓ ઉપર તૂટી પડી

વાંકાનેર પોલીસ દેશી દારૂના ધંધાર્થીઓ ઉપર તૂટી પડી

વાંકાનેર પોલીસ દેશી દારૂના ધંધાર્થીઓ ઉપર તૂટી પડી હતી. જેમાં વાંકાનેર સીટી પોલીસ દ્વારા શહેરમાં પ્રોહી કોમ્બિંગ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અલગ અલગ સ્થળેથી કુલ દેશી દારૂના ૦૮ કેસ શોધી કાઢી ૧૮ હજારની કિમતનો મુદામાલ કબજે લઈને આઠ આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે.

વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા પ્રોહીબીશન કેશો શોધી કાઢવા કોમ્બિંગ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અલગ અલગ ટીમોએ વિવિધ વિસ્તારમાં કરેલ તપાસ દરમિયાન દેશી દારૂના ૮ કેસો શોધી કાઢી ૯૦ લીટર દેશી દારૂ કીમત રૂ ૧૮ હજારનો મુદામાલ જપ્ત કર્યો છે. તેમજ આરોપીઓ કલ્પેશ ઉર્ફે સીતારામ નરભેરામ નિમાવત, કરણ સનગુગમ નાયકરા, નીતેશ બટુક વીરસોડીયા, યાસ્મીનબેન ઉર્ફે જાડી રહીમ આદમાણી, મરિયમ ઉર્ફે મમુબેન હબીબ વીકીયાણી, જેતુનબેન રાયધનભાઈ મોવર, લાભુબેન બાલાભાઈ ડાભી અને સુરેશ કાળુભાઈ વિંજવાડિયા એમ આઠ આરોપીઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments