મોરબી: વર્લ્ડ એઈડ્સ ડે નિમિતે HIV/ADIS વિશે કોલેજનાં વિદ્યાર્થીઓમાં જાગૃતતા ફેલાઈ તે અનુંસંધાને સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં ઇન્ડિયન મેડિકલ એસોસિઅન મોરબીના ડો.હીનાબેન મોરી અને ડો.જયેશભાઈ સનારિયાએ માર્ગદર્શન આપ્યું હતું.

આ સેમિનારમાં અઇડ્સ રોગને અટકાવવા સંપૂર્ણ માહિતી આપેલાં હતી. જેમ કે એઇડ્સ શું છે?HIV/AIDS કઈ રીતે ફેલાય છે તેની સમજૂતી, તેના લક્ષણો, તેનાથી બચવાના ઉપાયો અને તેની સારવારની સમજૂતી, એઇડ્સ કેવી રીતે ફેલાય નહી? એઇડ્સએ પ્રાણ ઘાતક નથી. કારણ કે એઇડ્સની દવાઓ(ART) થી વાયરસ વધતા અટકાવી શકાય છે. પરંતુ મટાડી શકાતો નથી. જેવા મુદ્દા પર વિગતવાર માહિતી આપવામાં આવી હતી. નવયુગ કોલેજની વિધાર્થિનીઓ દ્વારા લોકોમાં જાગૃતિ માટે એઇડ્સનો સિમ્બોલ બનાવવામાં આવ્યો હતો. સંસ્થાના પ્રમુખ પી.ડી.કાંજીયાના માર્ગદર્શનમાં આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યુ હતું. સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી બળદેવભાઈ સરસવાડિયા અને દરેક કોલેજના પ્રિન્સિપાલ તેમજ વિભાગીય વડા ઉપસ્થિત રહ્યા હતા.











