Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના વાવડી ચોકડી નજીક થયેલ હત્યાના બનાવનો આરોપી ઝડપાયો

મોરબીના વાવડી ચોકડી નજીક થયેલ હત્યાના બનાવનો આરોપી ઝડપાયો

મોરબી વાવડી ચોકડી પંચાસર જવાના રસ્તે એક છોટા હાથી ગાડીના કાચ તુટેલ હોય અને નજીકમાથી રાજેશભાઇ કાંતિલાલ જોષી રહે.પોરબંદર વાળાની બોથડ પદાર્થ ના ઘા મારી ઇજા કરી કોઇ અજાણ્યા શખ્સે મારતા મરણ ગયેલ હોય જેથી ફરીયાદીની ફરીયાદ લઇ રાજકોટ પી.ડી.યુ મેડીકલ કોલેજ ખાતે ફોરેન્સીક પોસ્ટ મોર્ટમ કરાવવામા આવેલ હતુ જેમા પ્રાથમિક દ્રષ્ટીએ મરણજનાર નુ મોત હેડઇન્જરી તથા ગળાટુંપો આપવાથી થયેલનુ જાણવા મળેલ આ બાબતે મોરબી સીટી એ ડીવી.પો.સ્ટે મા અજાણ્યા ઇસમ વિરુધ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર કરવામાં આવેલ હતો.

તપાસ દરમ્યાન બનાવ સ્થળ ની આસપાસના સી.સી.ટી.વી. કેમેરા તથા ટેકનીકલ તેમજ હયુમન સોર્સીસ આધારે સર્વેલન્સ સ્ટાફને બાતમી મળેલ કે મર્ડર કરનાર ઇસમ મોરબી વાવડી ચોકડીથી આગળ ઓવરબ્રિજ પાસે છે. જેથી ઇસમને નવલખી ફાટક ઓવરબ્રિજ નીચેથી પકડી પાડી પુછપરછ કરતા તેને યુવકનું નુ પથ્થર વડે મારમારી મર્ડર કરેલ હોવાની કબુલાત આપતા આરોપી યશપાલસિહ ભગીરથસિંહ જાડેજા (રહે. મોરબી નવલખીરોડ શ્રધ્ધાપાર્ક મુળરહે.ખાખરડા તા. કલ્યાણપુર જી. દેવભુમીદ્રારકા) વાળાની અટક કરી મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં બી.એન.એસ કલમ. ૧૦૩(૧),જી.પી.એકટ. ૧૩૫ મુજબ ગુન્હો ડીટેકટ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામા આવેલ છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments