મોરબી: શ્રી ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિની ભોજનશાળામાં નોંધાયેલા જ્ઞાતિ સભ્યોની કુટુંબની માહિતી અપડેટ કરવાનું અભિયાન તારીખ 13 ડિસેમ્બર સુધીમાં હાથ ધરવવામાં આવ્યું છે. તો નોંધાયેલા જ્ઞાતિ સભ્યોના કુટુંબની માહિતી નામ, સરનામું, મોબાઈલ નંબર, કુટુંબની સંખ્યા વગેરે જેવી વિગતો અપડેટ કરવી જરૂરી છે. આ માટે 13 ડિસેમ્બરને શુક્રવાર સુધીમાં જ્ઞાતિની ભોજનશાળા (વાડી)એ સવારે 10 થી 12 અને સાંજે 5 થી 7 માં સભ્યના કુટુંબની માહિતીને અપડેટ, સુધારો કે ફેરફાર કરવામાં આવશે. જેમાં જ્ઞાતિના સભ્યોને સહકાર આપવા જણાવાયું છે.
તેમજ જ્ઞાતિ સભ્ય સ્વ. પ્રો. ડો. હર્ષદરાય જન્મશંક૨ભાઈ શુક્લ (હાલ, ભાવનગર)ને જ્ઞાતિ પ્રત્યેની પ્રીતિ, ભાતૃભાવને કારણે ઈચ્છા હતી કે જ્ઞાતિ સભ્યોના પરિવારને ભોજન કરાવવું. આ ઈચ્છા અનુસાર તેમનાં પુત્રો હેમંતભાઈ, મનોજભાઈ અને પુનીતભાઈ દ્વારા આગામી 15 ડિસેમ્બર ને રવિવારના રોજ બપોરે 11:30 કલાકે જ્ઞાતિ પ્રીતિ ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત વાડીએથી જ્ઞાતિ સભ્ય જ્યારે કુટુંબની માહિતી અપડેટ કરાવવા આવશે ત્યારે આમંત્રણ પત્રક સાથે નિઃશુલ્ક ભોજન પાસ પણ આપવામાં આવશે.જેથી ભોજન વ્યવસ્થામાં અનુકૂળતા રહે. તો આ કાર્યમાં સહકાર આપવા જ્ઞાતિ પ્રમુખ તેમજ ટ્રસ્ટી મંડળ દ્વારા જણાવાયું છે.










