Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiવાંકાનેરથી જડેશ્વર રોડનું ધારાસભ્ય જીતુભાઈ સોમાણીના હસ્તે ખાતમુહૂર્ત કરાયું

વાંકાનેરથી જડેશ્વર રોડનું ધારાસભ્ય જીતુભાઈ સોમાણીના હસ્તે ખાતમુહૂર્ત કરાયું

વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની રજૂઆતથી વાંકાનેરથી જડેશ્વરને જોડતા આશરે 14. કિ. મી.નો ડામર રોડ રૂ. 8 કરોડ 30લાખનાં ખર્ચે મંજૂર થયેલ છે. તેનું આજ રોજ ધારાસભ્ય જીતુભાઈ સોમાણીનાં હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. તે પ્રસંગે બહોળી સંખ્યામાં સૌ આગેવાનો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

આ રસ્તો મોરબી તથા વાંકાનેરને જોડતો અગત્યનો રસ્તો છે. આ રસ્તો બનવાથી વાંકાનેર તથા મોરબી તાલુકાનાં પ્રજાજનોને ટુકા અંતરે સુવિખ્યાત યાત્રાધામ જડેશ્ચર આવવા જવા માટે ખુબ સરળ રહેશે. અને આ રસ્તો જામનગર, મોરબી, તથા રાજકોટ જીલ્લાને જોડતો અગત્યનો રસ્તો છે. તેમજ આ વિસ્તારમાં સુવિખ્યાત યાત્રાધામ જડેશ્ર્વર મહાદેવ મંદિર તથા ભંગેશ્વર મહાદેવ મંદિર, ઔદ્યોગિક વિસ્તાર, સ્કૂલો, સરકારી હોસ્પિટલ તેમજ આ રસ્તા ઉપર ઘણાં બધાં ગામો આવેલા હોય તેથી પ્રજાજનોને આવવાં જવા માટે તેમજ વાહન વ્યવહારમાં ખુબ સરળ બની રહેશે.તેમ યાદીમાં જણાવાયું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments