Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી સિરામિક વિટ્રીફાઈડ એસો.ના પ્રમુખ મુકેશભાઈ કુંડારીયાના હસ્તે નવનિર્માણ આંદોલનને 50 વર્ષ...

મોરબી સિરામિક વિટ્રીફાઈડ એસો.ના પ્રમુખ મુકેશભાઈ કુંડારીયાના હસ્તે નવનિર્માણ આંદોલનને 50 વર્ષ પૂર્ણ થયાનું પોસ્ટર વિમોચન કરાયું

મોરબી : ABVP મોરબી દ્વારા નવનિર્માણ આંદોલનને 50 વર્ષ પૂર્ણ થયાનું પોસ્ટર વિમોચન કરવામાં આવ્યું હતું.મોરબી સિરામિક વિટ્રીફાઈડ એસો.ના પ્રમુખ મુકેશભાઈ કુંડારીયાના હસ્તે નવનિર્માણ આંદોલનને 50 વર્ષ પૂર્ણ થયાનું પોસ્ટર વિમોચન કરાયું હતું.

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા L.E કૉલેજમાંથી શરૂ થયેલ નવનિર્માણ આંદોલનને ૫૦ વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે. નવનિર્માણ આંદોલન એ એવું આંદોલન છે કે જેને સતા પલટાવી નાખી હતી. તત્કાલીન સરકાર અને તત્કાલિન મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલે આ આંદોલનના કારણે રાજીનામું આપી દીધું હતું. જેને લઇને અગામી 20 ડિસેમ્બરે સવારે 9 કલાકે L.E કૉલેજ ખાતે છાત્ર ગર્જનાનો કાર્યક્રમ થશે અને ત્યાર બાદ છાત્ર શક્તિ યાત્રાના રથનું શુભારંભ થશે જે મોરબીના તમામ કૉલેજ કેમ્પસ તથા સૌરાષ્ટ્ર કચ્છ ના કૉલેજ કેમ્પસમાં રથ જશે. આ કાર્યક્રમમા ABVP ના રાષ્ટ્રીય પદાધિકારી ઉપસ્થિત રહેશે. જેનું પોસ્ટર વિમોચન કરવામાં આવ્યું. મોરબી સિરામિક વિટ્રીફાઈડ એસોસિયેશનના પ્રમુખ મુકેશભાઈ કુંડારીયાના હસ્તે પોસ્ટર વિમોચન કરવામાં આવ્યું હતું.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments