કચ્છ :કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા એ કચ્છ જીલ્લાના ભુજ તાલુકા મધ્યે ચૂંટણી પ્રવાસ સાથે દેવ દર્શન કર્યા અને વિવિધ સ્થળોએ સભાઓ યોજી આગામી લોકસભા ચૂંટણીમાં આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ વિવિધ યોજનાઓ અને તેના ફાયદાઓ અંગે સંવાદ કરી સૌને માહિતગાર કર્યા અને જનસમર્થન માટે અપીલ કરી હતી. આ ચુંટણી પ્રવાસ દરમ્યાન ભુજ તાલુકાના
કોડકી, ફોટડી, સામત્રા, આણંદસર, કુરબઈ, દેશલપર, વાડાસર, સરલી, દહીંસરા, ગોડપર અને મેઘપર ગામનો સમાવેશ થાય છે.
વિનોદભાઈ ચાવડાએ મુન્દ્રા તાલુકાના લુણી ગામ મધ્યે પ્રસિદ્ધ મંદિરે શ્રી ગણેશ ભગવાનના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા સાથે શ્રી અખિલ કચ્છ ગણેશ સેવક સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા આયોજીત પરંપરાગત લોકમેળા પ્રસંગે હાજરી આપી હતી..
આ ચુંટણી પ્રવાસ દરમ્યાન જીલ્લા ભા.જ.પ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ, ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ, જીલ્લા પંચાયત ન્યાય સમિતિ ચેરપર્સન શ્રીમતી કુંવરબેન પ્રકાશભાઈ મહેશ્વરી, ભુજ તાલુકા પંચાયત પ્રમુખ વિનોદભાઈ વરસાણી, જીલ્લા ભા.જ.પ મહિલા મોરચા પ્રમુખ શ્રીમતી ગોદાવરીબેન ઠક્કર, ભુજ તાલુકા ભા.જ.પા પ્રમુખ ભીમજી જોધાણી, મહામંત્રી દિનેશ ઠક્કર, જીલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ પારુલબેન કારા, પાર્ટી હોદ્દેદાર કૌશલ્યાબેન, વિરમભાઈ આહીર, પચાણભાઈ સંજોટ અશોકભાઈ હાથી, તાપસ શાહ, મંજુલાબેન ભંડેરી, વૈભવભાઈ બોરીચા, રાહુલભાઈ ગોર, હિતેશભાઈ ખંડોલ, પ્રવિણાબેન રાઠોડ, હિતેશભાઈ ગોસ્વામી, રવિભાઈ ગરવા, હરીભાઈ જાટીયા, વિજુબેન રબારી સહીત પાર્ટી આગેવાનો અને કાર્યકર્તાઓ જોડાયા હતા
















