ચુંટણી ધ્યાનમાં રાખીને હળવદ ડેપ્યુટી કલેકટર, વાંકાનેર ડીવાયએસપી અને હળવદ પોલીસ ટીમ દ્વારા ક્રિટીકલ બુથની વિઝીટ કરી કાયદો અને વ્યવસ્થા સહિતની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી.
મળતી વિગત મુજબ હળવદ પ્રાંત અધિકારી ચિતન આચાર્ય, વાંકાનેર ડીવાયએસપી સમીર સારડા અને હળવદ પી.આઈ આર ટી વ્યાસ દ્વારા સ્ટાફ સાથે ક્રિટિકલ બુથની સાથે મળીને કાયદો વ્યવસ્થાની તેમજ સગવડોની સમીક્ષા કરી હતી. તેમજ આ તકે દરેક બુથ ઉપર સરપંચ ગામોના આગેવાનો, બીએલો અને શાળાના સંચાલકો ઉપસ્થિત રહ્યા હતાં અને પ્રજાજનોમાં મતદાન વધુ થાય તે માટે જાગૃતિ લાવવા અપીલ પણ કરવામાં આવી હતી.








