Wednesday, May 13, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના જાણીતા શિક્ષણવિદ પી.ડી.કાંજીયા ના જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી

મોરબીના જાણીતા શિક્ષણવિદ પી.ડી.કાંજીયા ના જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી

મોરબી : મોરબીના જાણીતા શિક્ષણવિદ અને પ્રતિષ્ઠિત નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનના પ્રમુખશ્રી પી.ડી.કાંજિયાનો આજે જન્મદિવસ છે. તેઓ શિક્ષણવિદ હોવાની સાથે સમાજ ના શુભચિંતાક પણ છે. તેરા કરમ હી તેરી વિજય હે સૂત્ર ને સાર્થક કરતા પી. ડી. કાંજીયા સમાજમાં કોઈપણ બાળક નિરક્ષર ન રહી જાય એનું ખાસ ધ્યાન રાખીને આવા આર્થિક રીતે નબળા પરિવારના બાળકો માટે શિક્ષણ આપવાની યોગ્ય વ્યવસ્થા કરે છે. તેમજ ધર્મ ક્ષેત્રે પણ તેઓનું મોટું યોગદાન છે. ધાર્મિક સ્થળોમાં જે કાંઈ જરૂરિયાત હોય એને પુરી પાડે છે. તેઓ વર્ષ દરમિયાન વિવિધ સેવા પ્રવૃતિઓ કરે છે. આ ઉપરાંત તેમના જન્મદિવસની ખાસ પ્રેરણાદાયી ઉજવણી કરે છે.

પી.ડી.કાંજિયાનો આજે જન્મદિવસ હોય તેઓના જન્મદિવસે શૈક્ષણિક, રાજકીય, આર્થિક, રાજકીય, ધાર્મિક સહિતના ક્ષેત્રોના મહાનુભવોએ જન્મદિવસની શુભકામનાઓનો ધોધ વ્હાવ્યો છે. તેઓના નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશન શહેરની નંબર વન સંસ્થા છે. મોરબીના વિદ્યાર્થીઓને રાજકોટના ધક્કા પરવડે એમ ન હોય એટલે દરેક વિદ્યાશાખા ઉભી કરી છે. આ નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનનું શિક્ષણ અને સંસ્કારનું સ્તર એટલું ઊંચું છે કે દર વર્ષે વિદ્યાર્થીઓ બોર્ડ અને યુનિ. માં ચમકે છે.આજે તેમના જન્મદિવસે દેવ દર્શન કર્યા બાદ છ એ છ વિદ્યાશાખાના તમામ વિદ્યાર્થીઓને નાસ્તો અને આઈસ્ક્રીમ ખવડાવી, 300 જેટલા આર્થિક રીતે નબળા પરિવારને દર વર્ષની પરંપરા મુજબ રાશનની કીટ અને દર વર્ષે અનાથ બાળકોને દત્તક લઈ શિક્ષણ આપવા, વૃદ્ધાશ્રમના વડીલો અને વિકાસ વિધાલયના બાળકોને ભોજન કરાવવા અને આનંદ કરાવવા તેમજ દરેક સોસાયટીમાં સ્વચ્છતા અભિયાનના ભાગરૂપે સફાઈ કરવા જેવી અનેકવિધ પ્રવૃત્તિઓ કરે છે. આ વખતે તેમના ખાખરાળા ગામે બનાવેલા કુળદેવી બહુચર માતાજીના મંદિર બહુચર ધામ માં 301 થાળી, વાટકા, ચમચી, ગ્લાસનો સેટ ભેટમાં આપ્યો છે. તેમજ 15 વર્ષથી પ્રાચીન ગરબીઓમાં રાસ ગરબે રમતી દીકરીઓને કિંમતી લ્હાણીની ભેટ આપવામાં આવે છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments