Friday, May 8, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી- માળીયા વિધાનસભા વિસ્તારનું ભાજપ દ્વારા નૂતન વર્ષ સ્નેહમીલન કાર્યક્રમ યોજાશે

મોરબી- માળીયા વિધાનસભા વિસ્તારનું ભાજપ દ્વારા નૂતન વર્ષ સ્નેહમીલન કાર્યક્રમ યોજાશે

મોરબી : ભારતીય જનતા પાર્ટી દ્વારા 65 મોરબી માળીયા વિધાનસભા વિસ્તારના નૂતન વર્ષ સ્નેહમીલનનું તારીખ 16-11-2024ને શનિવારના રોજ સાંજે 5 કલાકે ઉમા ટાઉનશીપ, સર્કિટ હાઉસ સામે મોરબી – 2 ખાતે આયોજન કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમમાં સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા, સાંસદ અને પ્રદેશ મહામંત્રી વિનોદભાઈ ચાવડા, ઉપાધ્યક્ષ અને પ્રદેશ ભાજપા જયંતીભાઈ કવાડીયા અને ભરતભાઈ બોઘરા ઉપસ્થિતિમાં દીપ પ્રાગટય કરવામાં આવશે. તેમજ આ કાર્યક્રમમાં સંગઠન પ્રભારી હિતેશભાઈ ચૌધરી, જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેધી, ધારાસભ્ય જીતુભાઈ સોમાણી, સંસદસભ્ય કેસરીદેવસિંહ ઝાલા, મોરબી પ્રમુખ રણછોડભાઈ દલવાણી, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ હીરાભાઈ ટમારીયા, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, સંસદસભ્ય ચંદુભાઈ શિહોરા, મોરબી મહામંત્રી કે.એસ.અમૃતિયા, કારોબારી ચેરમેન પ્રવીણભાઈ સોનગ્રા, ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, સંસદસભ્ય પૂનમબેન માડમ, મોરબી મહામંત્રી જેઠાભાઈ મિયાત્રા, સા. ન્યાય સમિતિના ચેરમેન કમળાબેન ચાવડા, ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, કૃભકો ડાયરેક્ટર મગનભાઈ વડાવીયા, મોરબી મહામંત્રી નરેન્દ્રસિંહ ઝાલા તેમજ પ્રદેશ મહિલા મોરચાના ઉપપ્રમુખ ઉર્વશીબેન પંડ્યા ઉપસ્થિત રહેશે. આ સમારોહમાં ભોજન વ્યવસ્થા રાખવામાં આવી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments