Friday, May 8, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiટંકારા તાલુકાની હરબટીયાળી પ્રા. શાળામાં ભગવદ્ ગીતા ગ્રંથનું પૂજન કરાયું

ટંકારા તાલુકાની હરબટીયાળી પ્રા. શાળામાં ભગવદ્ ગીતા ગ્રંથનું પૂજન કરાયું

મોરબી : સમગ્ર વિશ્વનો સૌથી મહાન ગ્રંથ સનાતન હિન્દુ ધર્મનો છે. ત્યારે ટંકારા તાલુકાની હરબટીયાળી પ્રા. શાળામાં ભગવદ્ ગીતા ગ્રંથનું આજે પૂજન કરવામાં આવ્યું હતું. તેમજ ગીતાબેન સંચલા દ્વારા મહાભારતના પાત્રોના નામ ઉપરથી કક્કાનું ગાન કરાવવામાં આવ્યું. જેથી બાળકો આ મહાન ગ્રંથને જાણે,સમજે અને આપણા ધાર્મિક મૂલ્યોથી અવગત બને.

વધુમાં શાળાની યાદીમાં જણાવ્યા અનુસાર ભગવદ્ ગીતા આમ તો માત્ર અદાલતમાં સોગંદ માટે ઉપયોગ થાય છે. પરંતુ ધીમે ધીમે હવે લોકોમાં સનાતન ધર્મ અને આપણાં ધાર્મિક ગ્રંથો પ્રત્યે જાગૃતતા જોવા મળી રહી છે. જે ખુબ આનંદની વાત છે. સાથે સાથે બાળકોમાં નાનપણથી જ આપણાં સનાતન ધર્મ અને આપણાં ધાર્મિક ગ્રંથો અને તેના મહત્વ વિશે સમજ કેળવાય તે ખુબ જરૂરી છે.

તાજેતરમાં જ ગુજરાત રાજયની પ્રાથમિક શાળાઓમાં ધોરણ ૬થી બાળકોમાં ભગવદ્ ગીતા અંગે ની સમાજ કેળવાય તેમજ પોતાના જીવનના કોઈપણ પ્રશ્નના સમાધાન માટે સૌથી પહેલા ભગવદ્ ગીતાનો સહારો લઈને આગળ વધે તેવા આશયથી એક વધારાના પાઠ્ય પુસ્તક તરીકે ઉમેરવામાં આવ્યું છે. જે ખુબ સારી બાબત છે. સરકાર પણ જ્યારે જાગૃત થઈને આપણાં મહાન ગ્રંથ ભગવદ્ ગીતા ના મહત્વ અને પ્રચાર પ્રસાર માટે આવા પ્રયત્નો કરતી હોય ત્યારે એક હિન્દુ તરીકે આપણી પણ ફરજ બને કે આપણા પરિવારમાં આપણે સૌ ભગવદ્ ગીતા પૂજામાં રાખીએ અને તેના વિચારો પરિવારમાં સૌને આપીએ.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments