Thursday, May 7, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં સતત બીજા દિવસે મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરેનું સઘન ચેકિંગ

મોરબીમાં સતત બીજા દિવસે મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરેનું સઘન ચેકિંગ

મોરબી : મોરબી મહાનગરપાલિકા બન્યા બાદ ગઈકાલથી પ્રથમ મ્યુનિ કમિશનર તરીકે સ્વપ્નિલ ખરેએ ચાર્જ સંભાળતાની સાથે જ તેઓ પ્રથમ સ્વચ્છતાને પ્રાધાન્ય આપી ગંદકી બાબતે એક્શનમાં આવીને વિવિધ વિસ્તારમાં ચેકિંગ કર્યું હતું અને આજે સતત બીજા દિવસે પણ ચેકિંગ કરી ગંદકીનું નિરીક્ષણ કરીને જવાબદારોને ગંદકી ન ફેલાવવા બાબતે તાકીદ કરી હતી.

કમિશનર સ્વપ્નિલ ખરેએ શહેરના વાવડી રોડ સહિતના અનેક વિધ વિસ્તારોમાં ચેકિંગ કર્યું હતું. મોરબી ગરપાલિકામાં અગાઉ ગંદકી મુક્ત કરવા સફાઈની ચાલી રહેલી કામગીરી અને હવે મનપા પછીની કામગીરીની સમીક્ષા કરી હતી. આથી આ ગંદકી ક્યાં ક્યાં વિસ્તારમાં ફેલાયેલી છે તે જાણવા તેઓ ખુદ અધિકારીઓ સાથે ફિલ્ડમાં આવ્યા હતા. સફાઈ કામદારો સાથે પણ ચર્ચા કરી તેમની કામગીરી પ્રત્યે સંતોષ વ્યક્ત કર્યો હતો.જ્યાં જ્યાં ગંદકી દેખાઈ ત્યાં ત્યાં વેપારીઓ સહિતના લોકોને મનપાએ દંડ ફટકાર્યો હતો. આજે પણ તેઓ મેદાને આવ્યા હતા. મોરબી કમિશનર સતત બીજા દિવસે રાઉન્ડમાં નીકળ્યા હતા. મોરબી શહેરના વિવિધ વિસ્તારોમાં રાઉન્ડ પર નીકળી ગંદકી બાબતે ચેકિંગ કર્યું હતું. અને તેઓએ સ્વચ્છતા અભિયાનને વેગવંતુ બનાવ્યું છે. કમિશનર દ્વારા ખાસ કરીને શહેરમાં સફાઈ બાબતે ભાર મૂકવામાં આવી રહ્યો છે. કમિશનર અને ડેપ્યુટી કમિશનર સહિતના અધિકારીઓ દ્વારા સ્વચ્છતા બાબતે જુદા જુદા વિસ્તારની મુલાકાત લેવામાં આવી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments