Saturday, May 9, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiકમિશ્નરનું સરપ્રાઈઝ ચેકીંગ : દુકાનદારે કચરો ઉપાડવાની અને દંડ ભરવાની ના પાડતા...

કમિશ્નરનું સરપ્રાઈઝ ચેકીંગ : દુકાનદારે કચરો ઉપાડવાની અને દંડ ભરવાની ના પાડતા દુકાન સિલ

રવાપર રોડ ઉપરની ચેકીંગ ડ્રાઇવમાં મ્યુનિ. કમિશનર આકરા પાણીએ : દુકાનદારે દુકાનની બહારનો કચરો હટાવવા અને દંડની રકમ ભરવા નનૈયો ભણતા કડક કાર્યવાહી કરાઈ

મોરબી : મોરબીના રવાપર રોડ ઉપર ચેકીંગ ઝુંબેશમાં મ્યુનિસિપલ કમિશનર આકરા પાણીએ દેખાયા હતા. જેમાં એક દુકાનદારે દુકાન બહારનો કચરો ઉપાડવા અને દંડ ભરવાની ના પાડતા મ્યુનિસિપલ કમિશનરે દુકાન જ સિલ કરાવી દીધી છે. આમ સ્વચ્છતાને ધ્યાને લઇ દુકાન સિલ કરવામાં આવી હોય તેવો મોરબીનો પ્રથમ કિસ્સો બન્યો છે.

મોરબીમાં રવાપર રોડ ઉપર આજે મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરેની આગેવાનીમાં મહાપાલિકાની ટિમે સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધર્યું હતું. જેમાં દુકાનોમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક અને સ્વચ્છતાને લઈને તપાસ કરવાના આવી હતી. જે દુકાનોમાંથી પ્રતિબંધિત પ્લાસ્ટિક મળ્યું હતું તેની સામે દંડનિય કાર્યવાહી કરવામાં આવી હતી. આ સાથે જે દુકાનો બહાર કચરો જોવા મળતો હતો તેમને પણ દંડ ભરાવીને તેની પાસે જ કચરો લેવડાવામાં આવતો હતો.
જો કે આ ઝુંબેશ દરમિયાન ગો કલર્સ નામની એક લેડીઝ વેરની દુકાનની બહાર પણ કચરો પડ્યો હોય, તેને અંદાજે રૂ.2 હજાર જેટલો દંડ ફટકારવામાં આવ્યો હતો. ઉપરાંત કચરો ત્યાંથી હટાવવાનું પણ કહેવામાં આવ્યું હતું. જો કે દુકાનદાર દંડ ભરવામાં અને કચરો હટાવવા માન્યા ન હતા. જેને પગલે મ્યુનિસિપલ કમિશનરે દુકાન જ સિલ કરાવવાની કડક કાર્યવાહીના આદેશ આપતા મહાપાલિકાની ટીમે દુકાન સિલ કરી દીધી છે. ઉલ્લેખનીય છે કે કચરો હટાવવા અને દંડ ભરવાના મુદે દુકાન સિલ કરવામાં આવી હોય, તેવો મોરબીમાં પ્રથમ કિસ્સો નોંધાયો છે

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments