Friday, May 8, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના કોયલી ગામે ગાળો બોલવાની ના પાડતા વાડી માલિકને માર માર્યો

મોરબીના કોયલી ગામે ગાળો બોલવાની ના પાડતા વાડી માલિકને માર માર્યો

મોરબી તાલુકાના કોયલી ગામે મિત્રની વાડીએ બેસવા ગયેલા મિત્રો વાડીમાં મહિલા મજૂરો કામ કરતા હોવા છતાં ફોનમાં ગાળાગાળી કરતા હોય વાડી માલિકે ગાળો બોલવાની ના પાડતા ચાર શખ્સોએ વાડી માલિકને માર માર્યો હતો.

મોરબી તાલુકાના રામગઢ કોયલી ખાતે રહેતા અને વાડી ધરાવતા ફરિયાદી મહેશભાઈ ગેલાભાઈ ડંડેચા ઉ.36 નામના યુવાને આરોપી એવા મિત્ર વિકાસ મુળજીભાઈ રાણવા રહે.વિજય નગર અને તેની સાથે આવેલ અન્ય આરોપી અનિલ લાલજી પરમાર, ડેનિશ રાઠોડ અને મયુરસિંહ નામના શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.1ના રોજ આરોપી વિકાસ તેના ત્રણ મિત્રો સાથે મહેશભાઈની વાડીએ બેસવા આવ્યો હતો. આ સમયે વાડીમાં મહિલા મજૂરો કામ કરતા હોવા છતાં ડેનિસ અને મયુરસિંહ ફોનમાં ગાળાગાળી કરતા હોય ગાળો બોલવાની ના પાડતા ડેનિસે મહેશભાઈને પેટમાં લાત મારી દીધી હતી. બાદમાં તમામ આરોપીઓ જતા રહ્યા હતા અને વિકાસે ફોન કરી મહેશભાઈને કાશા કોયલી ગામના ડેમની પાળીએ બોલાવ્યા હતા. જ્યાં ચારેય શખ્સોએ લાકડી વડે માર મારતા બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં મહેશભાઈએ ફરિયાદ નોંધાવતા પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments