Wednesday, May 6, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમચ્છુ-2ના દરવાજા બંધ કરી દેવાયા

મચ્છુ-2ના દરવાજા બંધ કરી દેવાયા

413 એમસીએફટી જેટલું પાણી છોડાયું, હવે પુરજોશમાં દરવાજા બદલવાનું કામ કરાશે

મોરબી : મોરબીમાં દરવાજા બદલવા માટે મચ્છુ-2 ડેમના 3 ગેટ ખોલવામાં આવ્યા બાદ 413 એમસીએફટી જેટલું પાણી છોડી દેવાયું છે. હવે ત્રણેય ગેટ બંધ કરી દેવામાં આવ્યા છે.

મચ્છુ-2 ડેમના 33 દરવાજા બદલવાની કામગીરી કરવાની હોવાથી બે દિવસ પૂર્વે 2 દરવાજા ખોલી પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો હતો. બાદમાં વધુ એક દરવાજો ખોલી કુલ ત્રણ દરવાજામાંથી પાણી છોડવામાં આવી રહ્યું હતું. હાલ ડેમમાંથી 413 એમસીએફટી પાણી છોડી દેવામાં આવ્યું છે. હવે ડેમમાં કુલ 520.68 એમસીએફટી જેટલો પાણીનો જથ્થો છે. જેમાંથી જીવંત જથ્થો 386.34 એમસીએફટી છે. આજે ડેમના તમામ દરવાજા બંધ કરી દેવામાં આવ્યા છે. હવે પુરજોશમાં 33 દરવાજા બદલવાની કામગીરી કરવામાં આવશે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments