મોરબી:- ગ્રીન ચોક પાસે આવેલા ખોજા ખાના પાછળ જુગાર રમતા હોવાની બાતમીના આધારે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે ખોજા ખાના પાછળ દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી અશરફ કરીમ રફાઈ જુમા સુલેમાન રફાઈ અને આરોપી નિઝામ ફકીરમામદ રફાઈને તીન પતીનો જુગાર રમતા ઝડપ્યા હતા, તેમની પાસેથી રોકડ રૂપિયા 10,300 પોલીસે કબજે કરી આગળની કાર્યવાહી કરી હતી.










