Wednesday, May 13, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી-રાજકોટ હાઈવે પર બોલેરો અને રિક્ષા વચ્ચેના અકસ્માતમાં ચાર ઘાયલ

મોરબી-રાજકોટ હાઈવે પર બોલેરો અને રિક્ષા વચ્ચેના અકસ્માતમાં ચાર ઘાયલ

મોરબી : મોરબીના કાલિકા પ્લોટમાં રહેતા કણસાગરિયા દેવિપુજક પરીવાર રીક્ષામાં જઈ રહ્યો હતો. તે દરમિયાન ટંકારા નજીક આવેલ ખજૂરા હોટલ પાસે સીએનજી રિક્ષા અને બોલેરો સાથે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ચાર લોકોને ઈજા પહોંચી હોય 108 ટંકારા દ્વારા મોરબી વધુ સારવાર અર્થે ખસેડાયા છે.

ટંકારાથી રાજકોટ તરફ મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં રહેતા કણસાગરિયા પરીવારના લિલાબેન કિશોરભાઈ એમનો પુત્ર અમર કિશોરભાઈ પુત્રવધૂ સોભનાબેન અમરભાઈ અને પૈત્ર રાજ અમરભાઈ સિએનજી રિક્ષા નંબર જીજે- 03-બીએક્ષ-9500 બેસી રાજકોટ તરફ જતા હતા ત્યારે ટંકારાથી થોડે દૂર ખજુરા હોટેલ નજીક આગળ રહેલ બોલરો નંબર જીજે -36-વિ-6165 સાથે ધડાકાભેર રિક્ષા ટક્કર મારતા ગંભીર અકસ્માત સર્જાયા હતો. અકસ્માતમાં ધાયલની ચિસો સાંભળી રાહદારીઓએ 108 એમ્બ્યુલન્સને જાણ કરતા પાઈલોટ યુવરાજસિંહ અને ઈટીએમ રૂબિયાબેન ખુરેશી તાત્કાલિક ધટના સ્થાને પહોચી ઈજા ગ્રસ્ત ચારેયને પ્રથમ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે ખસેડાયા હતા જ્યાં ડોક્ટર ભાસ્કર વિરસોડીયાએ વધુ સારવાર માટે મોરબી રિફર કર્યા છે બનાવ બાદ પોલીસે તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments