Sunday, June 14, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiવિશ્વ યોગ દિવસ નિમિતે મુસ્કાન વેલફેર સોસાયટી મોરબી દ્વારા યોગ સ્પર્ધા યોજાઈ

વિશ્વ યોગ દિવસ નિમિતે મુસ્કાન વેલફેર સોસાયટી મોરબી દ્વારા યોગ સ્પર્ધા યોજાઈ

મોરબી : આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિતે મુસ્કાન વેલ્ફેર સોસાયટી મોરબી દ્વારા યોગ સ્પર્ધાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં સુર્યનમસ્કાર, નૌકાસન અને વૃક્ષાસન જેવી યોગ પ્રવૃત્તિઓમાં 30 સ્પર્ધકોએ ભાગ લઈ પોતાની ઉત્તમ યોગ ક્ષમતા પ્રતિભાનું પ્રદર્શન કર્યું હતું.

સ્પર્ધાના અંતે પ્રથમ, દ્વિતીય અને તૃતિય પુરસ્કાર આપવામાં આવ્યા હતા. યોગ ભગાડે રોગ તેવા હેતુથી યોગ સાથો સાથ તણાવથી મુક્તિ અપાવતા અને શરીર, જીવનમાં નવી ઉર્જાનો સંચાર કરતા અને ભારત સહીત વિશ્વમાં જાણીતા એવા લાફ્ટર યોગાનું પણ આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં તમામ લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને પોતાના તણાવથી મુક્તિ મેળવી હળવાશનો અનુભવ કર્યો હતો. ભારતીય ઋષિ મુનિઓની પરંપરા અને આજે વિશ્વના ફલક પર પહોંચેલા યોગ, યોગાસન માટેના કાર્યક્રમ લોક જાગૃતિ માટે થતા રહે તે તંદુરસ્ત સમાજ નિર્માણ માટે ખુબ જરૂરી હોવાનું આયોજકોએ જણાવાયું હતું.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments