Friday, May 8, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiલોકોનો રોષ ચરમસીમાએ પહોંચ્યો : હવે પંચાસર રોડ ઉપરની સોસાયટીના રહીશો રસ્તા...

લોકોનો રોષ ચરમસીમાએ પહોંચ્યો : હવે પંચાસર રોડ ઉપરની સોસાયટીના રહીશો રસ્તા પર, ચક્કાજામ

રોડની ખરાબ હાલત ઉપરાંત પાણી ભરાવા સહિતના પ્રશ્ને સ્થાનિકોએ રોડ બ્લોક કરીને નારા લગાવ્યા

મોરબી : મોરબીમાં પાયાના પ્રશ્ને પ્રજા હવે જાગી હોય તેમ એક પછી એક જગ્યાએ જન આંદોલનો શરૂ થઈ રહ્યા છે. આજે સાંજે પંચાસર રોડ ઉપર સ્થાનિક લોકોએ એકત્ર થઈને ચક્કાજામ શરૂ કર્યું છે.

સ્થાનિકોના જણાવ્યા અનુસાર પંચાસર રોડ મોરબીનો એક મુખ્ય રોડ ગણાય છે. આ રોડની હાલત અત્યારે બદતર છે. ચોમાસામાં ઢીચણ સમા પાણી ભરાય છે. પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા નથી. ઉપરાંત રોડ ઉપર ખાડાઓ છે. જેના કારણે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ઉપરાંત લાઈટ સહિતની પણ અનેક સમસ્યાઓથી સ્થાનિકો પીડાઇ રહ્યા છે. ત્યારે આજે રોડ ઉપર સ્વેચ્છાએ બધા લોકોએ એકત્ર થઈને ચક્કાજામ કર્યો છે. હજુ પણ જો તંત્ર દ્વારા આ રોડ ઉપર કામગીરી કરવામાં નહીં આવે, તો આનાથી આગળ પંચાસર ચોકડીએ ચક્કાજામ કરીને ઉગ્ર આંદોલન છેડવામાં આવશે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments