મોરબીના મારબીજ સિરામિક કારખાનામાં મજૂરી કામ કરતા મધ્યપ્રદેશના શ્રમિક દંપતી વચ્ચે ચારિત્ર્યની શંકામાં લોહિયાળ અંજામ આવ્યો છે. માત્ર દોઢ મહિના પહેલાં જ પ્રેમલગ્ન કરનાર યુવકે તેની પત્નીની પથ્થરના ઘા ઝીંકી અને ગળું દબાવીને નિર્મમ હત્યા કરી હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ વડોદરા નજીક એક કંપનીમાં રહેતા શિવકુમાર પ્રેમલાલ મરાવિ (ઉ.વ.૩૮)એ આરોપી મહેન્દ્રસિંહ શંકરસિંહ મરકામ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે રેખા ઉર્ફે રીયા તથા આરોપીએ એકબીજાની મરજીથી પતિ પત્નિ તરીકે દોઢેક મહિનાથી મારબીજ સીરામિક કારખાનામાં સાથે રહેતા હોય ત્યા આરોપીને કારખાનામાં કામ કરતા દિલભર યાદવ નામના છોકરા સાથે રેખાબેન વાતચીત કરે છે અને તેની સાથે લફરૂ ચાલુ છે તેવો શક વહેમ રાખી આરોપી આવેશમાં આવી જઈ મારી નાખવાના ઈરાદે રેખાબહેનને મોટા બેલા જેવા પથ્થરથી કપાળના ભાગે મારી ગંભીર ઈજા કરેલ અને તેનુ ગળુ દબાવી મોત નિપજાવી હત્યા કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ન્યુઝ ચેનલ માટે મહત્વપૂર્ણ વિગતો સાથે 7-8 લીટી વાઈઝ બ્રેકિંગ ન્યુઝ આપશો










