રાજકોટ – મોરબી હાઈવે ઉપર શનાળા નજીક આવેલ ટોયોટો શોરૂમ પાસે પગપાળા જઈ રહેલા મૂળ વિરપર ગામના વતની અને હાલમાં મોરબી યદુનંદન પાર્કમાં રહેતા રમેશભાઈ રમણિકભાઈ સનાળિયા ઉ.વ. 25 નામના યુવકને જીજે – 03 – જેએલ – 8005 નંબરના હોન્ડા સીટી કારના ચાલકે હડફેટે લઈ હાથ, પગ તેમજ શરીરે ઇજાઓ પહોંચાડી અકસ્માત સર્જી નાસી જતા બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.










