માળીયા મિયાણા તાલુકાના ખાખરેચી ગામે ઘર પાસે ખાટલો નાખીને બેઠેલા યુવાન ઉપર પડોશીઓએ હુમલો કર્યા બાદ વચ્ચે છોડાવવા પડેલ યુવકના પત્ની ઉપર પણ પાડોશીઓએ હુમલો કરી ઇજા પહોંચાડતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
માળીયા મિયાણા તાલુકાના ખાખરેચી ગામે રહેતા હિતેશપરી કેશુપરી પરમાર ઉ.22 નામના યુવાને આરોપી જયેશપરી વસંતપરી પરમાર, ગૌતમપરી જીવણપરી પરમાર, વિજયપરી વસંતપરી પરમાર, ગીતાબેન વસંતપરી પરમાર અને મીનાબેન જીવણપરી પરમાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, તેઓ ઘર પાસે ચોકમાં ખાટલો નાખી બેઠા હોય જે આરોપીઓને સારું નહીં લાગતા ધોકા વડે માર માર્યો હતો.બાદમાં તેમના પત્ની વચ્ચે છોડાવવા પડતા આરોપીઓએ તેમને પણ માર માર્યો હતો.બનાવ અંગે માળીયા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.










