મોરબી જીલ્લામાં ભાદરવામાં શરૂ થયેલી વરસાદની હેલી ગત મોડી રાત્રે યથાવત રહી હતી. જેમાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. જિલ્લામાં સૌથી વધુ મોરબીમાં એક ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત માળિયા, હળવદ, વાંકાનેર અને ટંકારામાં પણ અડધોથી પોણો ઇંચ વરસાદ નોંધાયો હતો. સરકારી ચોપડે મોરબીમાં રાત્રીના 12 વાગ્યાથી વહેલી સવારે 4 વાગ્યા સુધીમાં વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત માળિયા, હળવદ, વાંકાનેર અને ટંકારામાં પણ અડધોથી લઈ પોણો ઇંચ સુધીનો વરસાદ પડ્યો હતો. આમ રાત્રીના સમયે મેઘરાજા ધીમી ધારે વરસ્યા હતા. રાત્રીના માળિયામાં 10 mm, મોરબીમાં 28 mm, ટંકારામાં 18 mm, વાંકાનેરમાં 12 mm, હળવદમાં 18 mm વરસાદ પડ્યા બાદ આજે સવારથી વરસાદી માહોલ વચ્ચે ઘુપછાપ જેવી સ્થિતિ છે.











