Monday, June 22, 2026
No menu items!
Google search engine
ઘરUncategorizedમોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટી આયોજિત વેલકમ નવરાત્રી ગરબા સ્પર્ધામાં ખેલૈયાઓ ઝૂમી ઉઠ્યા

મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટી આયોજિત વેલકમ નવરાત્રી ગરબા સ્પર્ધામાં ખેલૈયાઓ ઝૂમી ઉઠ્યા

મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા મોરબીના સંસ્કાર ઇમેજિંગ સેન્ટર ખાતે તા 7 મી સપ્ટેમ્બરના રોજ વેલકમ નવરાત્રી સ્પર્ધાનું ધમાકેદાર આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં રોશનીના સંગાથે તાલીઓના તાલે, સંગીતના સથવારે અનેરા થનગનાટ સાથે બાળકોથી માંડી યુવાઓએ અનેરા થનગનાટ સાથે આકર્ષક વસ્ત્રોના પરિધાન સાથે રાસ ગરબે ઝૂમી ઉઠીને નવરાત્રીને વેલકમ કર્યું હતું.

સૌથી મોટા “માં” જગદંબાના નોરતાની આતુરથથી રાહ જોવાતી હોય છે. અને જેમાં આબલથી માંડીને યુવાનો ધાર્મિક ભાવના સાથે માં ના ગરબે રમવા ઉતરી પડતા હોય છે. અને એવાજ રંગીન રોશની, સુરોની સંગાથે અવનવા આકર્ષક વસ્ત્રોના પરિધાન સાથે ખેલૈયાઓ ગરબે ઘુમવા ઉતરી પડ્યા હતા. અનેરા ઉમંગ ઉત્સાહ સાથે એક એકથી ચડિયાતા સ્ટેપ પર ઝૂમતું યુવાધન અને બાળખેલૈયાઓ એ મનભારી રાસગરબાની મોજ માણી હતી. અને એક સમયે સમય પણ ઓછો પડ્યો હતો. અને ખરેખર નવલી નવરાત્રીમાં માં ના ચાંચર ચોકમાં ગરબા રમાતા હોવાની તમામે અનુભૂતિ કરી હતી.

બાળકોથી માંડી પ્રતિસ્પર્ધા 4 કેટેગરીમાં યોજાઈ હતી. દરેક કેટેગરીના વિજેતાઓને ઇનામોથી નવાજી પ્રોત્સાહિત કરવાની સાથે બાકીના તમામ ખેલૈયાઓને પણ સ્મૃતિચિન્હ રૂપી ગિફ્ટ આપવા સાથે સ્વાદિષ્ટ અલ્પાહાર પીરસવામાં આવ્યો હતો. વિશાળ હોલમાં આયોજીત વેલકમ નવરાત્રી સ્પર્ધા પર મેઘરાજા પણ પોતાનું હેત વરસાવતા હોય તેમ સમગ્ર વાતાવરણ ખુશનુમાં અને રંગીન બનાવી દીધુ હતુ.

આમંત્રિત ખાસ મહેમાનોએ પોતાનો અમૂલ્ય સમય ફાળવી કાર્યક્રમની શોભા વધારી હતી. સાથે નિર્ણાયકોએ નિષ્પક્ષ રીતે યોગ્ય નિર્ણય આપવામાં સફળ રહ્યા હતા. સવિશેષ મુસ્કાનના સભ્યો પણ મન મુકી ગરબે રમ્યા હતા અને ઉરના ઉમંગથી સહુ ખેલૈયાઓ સોળે કળાએ ખીલી ઉઠ્યા હતા. મુસ્કાન વેલ્ફેર સોસાયટીનું ધ્યેય સમાજમાં આનંદ, એકતા અને સંસ્કૃતિને પ્રોત્સાહિત કરવાનું છે. સંસ્થા સતત વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા સમાજમાં ખુશી અને સકારાત્મકતા પ્રશરાવવાનું કાર્ય કરતી રહી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments