Wednesday, May 13, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો, અનેક વિસ્તારોમાં પાણી ભરાયા

મોરબીમાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો, અનેક વિસ્તારોમાં પાણી ભરાયા

મોરબી જિલ્લામાં આજે બપોર પછી ઝાપટાંની શરૂઆત થતા સાંજના સમયે અનેક વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો હતો. બપોરથી શરૂ થયેલો વરસાદ સાંજ સુધી ચાલુ રહ્યો હતો, જેના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયાની સ્થિતિ સર્જાઈ હતી.

સરકારી આંકડા મુજબ, આજે સાંજે ૪ થી ૬ વાગ્યા દરમિયાન મોરબીમાં ૧૮ મી.મી., ટંકારામાં ૧૧ મી.મી. અને હળવદમાં ૪ મી.મી. વરસાદ પડ્યો હતો, જ્યારે માળીયા અને વાંકાનેરમાં વરસાદ નોંધાયો નહોતો. સાંજે ૬ વાગ્યા સુધીના કુલ વરસાદની વાત કરીએ તો મોરબી જિલ્લામાં સૌથી વધુ વરસાદ મોરબી શહેર વિસ્તારમાં નોંધાયો હતો. મોરબી તાલુકામાં કુલ ૨૫ મી.મી. વરસાદ પડ્યો હતો, જ્યારે મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં ૩૫ મી.મી. વરસાદ નોંધાયો હતો. ટંકારામાં ૧૫ મી.મી., માળીયા મી.માં ૫ મી.મી., વાંકાનેરમાં ૩ મી.મી. અને હળવદમાં ૪ મી.મી. વરસાદ પડ્યો હતો.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments