Saturday, May 30, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના લખધીરપુર રોડ પર પાર્ક થયેલા ટ્રકની ટેન્કમાંથી 130 લીટર ડીઝલની ચોરી

મોરબીના લખધીરપુર રોડ પર પાર્ક થયેલા ટ્રકની ટેન્કમાંથી 130 લીટર ડીઝલની ચોરી

મોરબી : મોરબી જિલ્લામાં હાઇવે પર પાર્ક કરેલા ટ્રકમાંથી અવાર નવાર બેટરી અને ડીઝલ ચોરીના બનાવ બનતા રહે છે ત્યારે અગાઉ ડીઝલ ચોરતી ટોળકી ઝડપાયા બાદ પંદરેક દિવસ પૂર્વે લગધીરપુર રોડ ઉપર પાર્ક કરેલા ટ્રકમાંથી રૂ.13 હજારની કિંમતના 140 લીટર ડીઝલની ચોરી થતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ગત તા.25 ઓક્ટોબરના રોજ મોરબીના લગધીરપુર રોડ ઉપર હોલીસ વિટ્રીફાઇડ કારખાના ગેટ પાસે પાર્ક કરેલ આરજે – 14 – જીકયું – 4377 નંબરના ટ્રકની ડીઝલ ટેન્કનું લોક તોડી કોઈ અજાણ્યા તસ્કરો ટ્રકની ડીઝલ ટેન્કમાંથી 130 લીટર ડીઝલ કિંમત રૂપિયા 13 હજારની ચોરી કરી જતા રાજસ્થાનના વતની ટ્રક ચાલક જીતેન્દ્રસિંગ લાદુસિંગ રાજપૂતે મોરબી તાલુકા પોલીસ મથકમાં ડીઝલ ચોરી કરી જનાર અજાણ્યા તસ્કર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments