વાંકાનેર : વાંકાનેરના ચંદ્રપુરમાં આવેલ પટેલ અર્થમુવર નામની પેઢી ખાતે ઉત્તરપ્રદેશના વતની આરોપીએ જેસીબી વેચવાનું કહી વાંકાનેરના પાંચ દ્વારકાના યુવાન પાસેથી 15 લાખ તેમજ દલાલ પાસેથી 21 હજાર મેળવી વાહન ન આપી ઠગાઈ કરતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
વાંકાનેર તાલુકાના પાંચ દ્વારકા ગામે રહેતા ઝુલ્ફીકારઅલી ઉસ્માનભાઈ બાદીએ મૂળ ઉત્તરપ્રદેશના ગાજીયાબાદના રહેવાસી આરોપી ભપેન્દ્ર ઓમપ્રકાશ વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીએ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, આરોપીએ પોતાનું યુટી – 14 – એનટી – 8849 નંબરનું જેસીબી વેચાણ આપવાનું કહી રૂપિયા 15 લાખ તેમજ દલાલ પાસેથી રૂ.21 હજાર મેળવી લઈ બાદમાં વાહન ન આપી ઠગાઈ કરતા પોલીસ ફરિયાદ નોંધાવી હતી.










