Wednesday, May 13, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં શ્રી શિવ મહાપુરાણ શ્રી શિવ ઉર્જા દર્શન શિવ કથાનું ભવ્ય આયોજન

મોરબીમાં શ્રી શિવ મહાપુરાણ શ્રી શિવ ઉર્જા દર્શન શિવ કથાનું ભવ્ય આયોજન

મોરબી: ધાર્મિક ભાવના અને ભક્તિરસથી ભરપૂર એવા ‘શ્રી શિવ મહાપુરાણ શ્રી શિવ ઉર્જા દર્શન શિવ કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ દિવ્ય કથા પ્રખ્યાત કથાકાર શ્રી રાજેશગીરી કે. ગૌસ્વામી (શ્રી રાજુ બાપુ-ભાડેશ્વર મંદિર, સાવરકુંડલા)ના શ્રીમુખે સંભળાવવામાં આવશે. આ શિવ કથા તા.4 જાન્યુઆરીને રવિવારથી 12 જાન્યુઆરી સોમવાર સુધી યોજાશે. દરરોજ સવારે 9 થી બપોરે 12:30 કલાક દરમિયાન કથાનો લાભ ભક્તજનો લઈ શકશે. કથાસ્થળ તરીકે શ્રી પંચમુખી હનુમાનજી મંદિર, સત્સંગ હોલ, વેજીટેબલ રોડ, ઉમા ટાઉનશીપ સામે, સામાકાંઠે, મોરબી-2 પસંદ કરવામાં આવ્યું છે.

કથાપૂર્વે તા.3 જાન્યુઆરી શનિવારના રોજ બપોરે 3 કલાકે નિવાસસ્થાનથી કથાસ્થળ સુધી ભવ્ય પોથી યાત્રાનું આયોજન કરવામાં આવશે. કથા પ્રારંભ તા. 4 જાન્યુઆરી રવિવારે થશે. દરમિયાન તા.8 જાન્યુઆરીના ગુરુવારે રાત્રે 8 થી 12 કલાકે અરુણોદય નગર, બ્લોક નં.133, મોરબી ખાતે મામાનો માંડવો યોજાશે, જ્યારે તા.12 જાન્યુઆરી સોમવારે કથા વિરામ થશે. શિવકથાના અંતર્ગત સતિ પ્રાગટ્ય, શિવ-પાર્વતી વિવાહ, કાર્તિક જન્મ અને ગણેશ જન્મ જેવા અનેક પાવન પ્રસંગોનું ભાવપૂર્ણ વર્ણન થશે, જેના દ્વારા શ્રદ્ધાળુઓને આધ્યાત્મિક આનંદ અને શિવભક્તિનો અદભૂત અનુભવ મળશે. આ સમગ્ર આયોજન વિડજા પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે. આ શિવ મહાપુરાણ કથાનું શ્રવણ કરવા ભક્તોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments