Wednesday, April 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiદહીસરા જિલ્લા પંચાયત સીટ પર ભાજપનો જોરદાર પ્રચાર, મનીષકુમાર કાંજીયાને વ્યાપક જનસમર્થન

દહીસરા જિલ્લા પંચાયત સીટ પર ભાજપનો જોરદાર પ્રચાર, મનીષકુમાર કાંજીયાને વ્યાપક જનસમર્થન

મોરબી જિલ્લા પંચાયતની 17-દહીસરા (મોટા દહીસરા) સીટ પર ભાજપના ઉમેદવાર મનીષકુમાર અનિલભાઈ કાંજીયાનો જોરદાર દબદબો જોવા મળી રહ્યો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવતાં ઉમેદવારો દ્વારા પ્રચારના છેલ્લા તબક્કામાં પૂરો જોર લગાવવામાં આવી રહ્યો છે, ત્યારે ભાજપ પણ જીત માટે એડી ચોટીનું જોર લગાવી રહી છે.

દહીસરા જિલ્લા પંચાયત સીટના ભાજપ ઉમેદવાર મનીષકુમાર કાંજીયા દ્વારા વિસ્તારોમાં જોરદાર પ્રચાર કરવામાં આવી રહ્યો છે. વર્ષોથી ભાજપના વફાદાર કાર્યકર અને યુવા નેતા તેમજ માળીયા તાલુકાના પ્રશ્ને મોખરે રહેતા નેતા તરીકે ઓળખ ધરાવતા કાંજીયાને મતદારોમાંથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

મનીષકુમાર કાંજીયા જિલ્લા પંચાયત સીટ હેઠળ આવતી તાલુકા પંચાયત સીટોના ઉમેદવારો સાથે સંકલન કરી તમામ ગામોમાં જનસંપર્ક અભિયાન ચલાવી રહ્યા છે. ખાસ કરીને માળીયા તાલુકામાં તેમને ભારે જનસમર્થન મળી રહ્યું હોવાનું જોવા મળી રહ્યું છે.

આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજ્યકક્ષાના મંત્રી અને ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા તેમજ પૂર્વ રાજ્યકક્ષાના મંત્રી બ્રિજેશ મેરજા સહિત ભાજપના દિગ્ગજ નેતાઓ પણ મેદાને ઉતર્યા છે. તેઓ દ્વારા સરકારના વિકાસ કાર્યોને ધ્યાનમાં રાખીને મતદારોને ભાજપના ઉમેદવારોને મત આપવા અપીલ કરવામાં આવી રહી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments