Thursday, April 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiનાની વાવડી ગામે માતા-પુત્રને ધમકી આપનાર બંને ઝડપાયા, જાહેરમાં માફી માંગી

નાની વાવડી ગામે માતા-પુત્રને ધમકી આપનાર બંને ઝડપાયા, જાહેરમાં માફી માંગી

બંને ઇસમોને ઘટનાસ્થળે લઇ જઈને ઘટનાનું રી-કન્સ્ટ્રકશન કરાવ્યું બંને આરોપીઓએ જાહેરમાં જનતાની માફી માંગી, પ્રજા ખુશ થઇ

મોરબીના નાની વાવડી ગામે બળજબરીપૂર્વક પૈસા કઢાવવા મામલે બે ઇસમોએ માતા અને પુત્રને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જે બનાવ મામલે પોલીસે ફરિયાદ નોંધી બંને ઇસમોને ઝડપી લીધા હતા અને ઘટનાસ્થળે લઇ જઈને જાહેરમાં માફી મંગાવી હતી

મોરબીના નાની વાવડી ગામે રહેતા મયુરીબેન દિલીપભાઈ રૂપાલાએ આરોપી મહેશ ઉર્ફે લાલો સવસેટા અને જગદીશ ઉર્ફે જગો સવસેટા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે ફરિયાદી મયુરીબેનની કુળદેવી બેકરી નામની દુકાન આવેલ છે જ્યાં રાત્રીના કાળા કલરની સ્કોર્પીઓ કાર જીજે ૩૬ એએલ ૦૦૦૫ વાળીમાં બંને ઇસમોએ આવી ફરિયાદીના દીકરા જીત સાથે ગાળાગાળી કરી બળજબરીપૂર્વક પૈસા કઢાવવા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી મોરબી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી હતી

એ ડીવીઝન પોલીસે આરોપી મહેશ ઉર્ફે લાલો આયદાન સવસેટા રહે વાવડી રોડ ભક્તિનગર સોસાયટી મોરબી અને જગદીશ સધાભાઈ સવસેટા રહે ઓમ શાંતિ સોસાયટી વાવડી રોડ મોરબી એમ બંને ઇસમોને ઝડપી લીધા હતા ઝડપાયેલા આરોપીઓ વિરુદ્ધ અગાઉ પણ પોલીસ મથકમાં ગુના નોંધાઈ ચૂકયા છે આરોપી મહેશ વિરુદ્ધ એ ડીવીઝનમાં મારામારી તેમજ આરોપી જગદીશ વિરુદ્ધ એ ડીવીઝન અને પડધરીમાં મારામારી તેમજ મોરબી તાલુકા પોલીસ મથકમાં પ્રોહીબીશન એક્ટ મુજબ ત્રણ ગુના નોંધાઈ ચૂકયા છે

આરોપીઓનું સરઘસ નીકળ્યું, જાહેરમાં બંનેએ માફી માંગી

મોરબીના નાની વાવડી નજીક રાત્રીના સીનસપાટા નાખી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખોરવી નાખનાર બંને ઇસમોને પોલીસે ઝડપી લીધા બાદ ઘટનાસ્થળે લઇ જવામાં આવ્યા હતા જ્યાં બંને ઈસમોનું સરઘસ કાઢવામાં આવ્યું હતું અને ઘટનાનું રી કન્સ્ટ્રકશન કરાવ્યું હતું બંને ઇસમોએ જાહેરમાં માફી માંગી હતી જેથી લોકો ખુશ થયા હતા અને પોલીસ જિંદાબાદના નારા લગાવ્યા હતા

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments