મોરબી: 26 એપ્રિલ 2026 ના રોજ લોકશાહીના મહાપર્વ સમાન ચૂંટણીના દિવસે હડાળા ગામે એક પ્રેરણાદાયી દ્રશ્ય જોવા મળ્યું હતું. ગામના યુવાન વરરાજા શૈલેષભાઈ સાનીયાએ લગ્નના વ્યસ્ત શિડ્યુલ અને મંગળ ફેરા પૂર્વે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી એક જાગૃત નાગરિક તરીકેની ફરજ અદા કરી હતી.
આજે લોકશાહીના મહાપર્વ સમાન ચૂંટણીના દિવસે હડાળા ગામે એક પ્રેરણાદાયી દ્રશ્ય જોવા મળ્યું હતું. ગામના યુવાન વરરાજા શૈલેષભાઈ સાનીયાએ લગ્નના વ્યસ્ત શિડ્યુલ અને મંગળ ફેરા પૂર્વે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી નાગરિક તરીકેની ફરજ અદા કરી હતી.
લગ્નના સાફામાં પહોંચ્યા મતદાન મથકે શૈલેષભાઈ સાનીયાના આજે લગ્ન હોવા છતાં, તેમણે ‘પહેલું મતદાન, પછી કન્યાદાન’ના મંત્રને સાર્થક કર્યો હતો. વરરાજાના પરંપરાગત પોશાકમાં સજ્જ થઈ, શૈલેષભાઈ ઘોડે સવાર થઈને વાજતે-ગાજતે મતદાન મથકે પહોંચ્યા હતા. તેમને જોવા માટે ગ્રામજનોના ટોળે-ટોળા ઉમટી પડ્યા હતા.
યુવા પેઢી માટે બન્યા પ્રેરણા
મતદાન કર્યા બાદ શૈલેષભાઈએ જણાવ્યું હતું કે,
“લગ્ન એ જીવનનો મહત્વનો પ્રસંગ છે, પરંતુ મતદાન એ દેશના ભવિષ્ય માટેની આપણી નૈતિક જવાબદારી છે. મેં આજે મતદાન કરીને લોકશાહીના આ પર્વમાં ભાગ લીધો છે, અને હું તમામ યુવાનોને અપીલ કરું છું કે તમે પણ સમય કાઢીને અચૂક મતદાન કરો.”
ગામમાં ઉત્સાહનો માહોલ
વરરાજા દ્વારા કરવામાં આવેલા આ મતદાનની ચર્ચા આખા પંથકમાં થઈ રહી છે. વહીવટી તંત્ર અને ગ્રામજનોએ પણ વરરાજાની આ દેશભક્તિ અને જાગૃતતાને બિરદાવી હતી. આ પ્રસંગે તેમના પરિવારજનોએ પણ સાથે રહીને મતદાન કરી લોકશાહીને મજબૂત બનાવવામાં ફાળો આપ્યો હતો.










