Friday, May 1, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiછરીની અણીએ બાઈક અને રોકડા લુંટનાર આરોપીને પકડી પાડતી પોલીસ: એકની શોધખોળ

છરીની અણીએ બાઈક અને રોકડા લુંટનાર આરોપીને પકડી પાડતી પોલીસ: એકની શોધખોળ

મોરબીના રેલ્વે સ્ટેશન રોડ પર આવેલી એક પાન-કોલ્ડ્રિંક્સની દુકાનમાં ગ્રાહક બનીને આવેલા શખ્સે વેપારીની નજર ચુકવી ટેબલના ખાનામાંથી રોકડ રકમની ચોરી કરી હતી. વેપારી ઠંડા પીણાની બોટલ લેવા ઊભા થયા તે તકનો લાભ ઉઠાવી આરોપીએ હાથફેરો કર્યો હતો. આ મામલે ભોગ બનનાર વેપારીએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને પકડી પાડ્યો હતો.

નાની વાવડી પાસે ભગવતી પાર્કમાં રહેતા શૈલેષભાઇ દામજીભાઇ સોલંકી રેલ્વે સ્ટેશન રોડ પર ‘રાજુ પાન એન્ડ કોલ્ડ્રીક્સ’ નામની દુકાન ધરાવે છે. ગત તારીખ 25 એપ્રિલના રોજ સાંજના આશરે સાડા સાત વાગ્યાના સુમારે કુલદીપ ઉર્ફે કાલી ખીચી (રહે. રણછોડનગર, મોરબી) નામનો શખ્સ તેમની દુકાને આવ્યો હતો. આરોપીએ ઠંડા પીણાની બોટલ માંગતા શૈલેષભાઇ જેવો બોટલ લેવા માટે ઊભા થયા, કે તરત જ આરોપીએ ગલ્લાના ખાનામાં રાખેલા રૂ ૩૦ હજાર રોકડ રકમની ચોરી કરી લીધી હતી અને ત્યાંથી નાસી છૂટ્યો હતો. આ અંગે મોરબી પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડ્યો હતો.

અત્રે એ ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા એક વેપારી પાસેથી બાઈકમાં લીફ્ટ લઇ અંધારી ગલીમાં લઇ જઈને ૧૫ હજાર રોકડ તથા બાઈકની લૂંટ ચલાવતા આ આરોપી અને તેના સાથીદાર દેવાસિંગ ભારતસિંગ સરદારજી વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. આ ઉપરાંત આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન, બી ડીવીઝન અને તાલુકા પોલીસ સ્ટેશનમાં કુલ ૭ ગુનાઓ નોંધાઈ ચુક્યા છે. આરોપી કુલદીપને બાઈક અને ૧૦ હજાર રોકડા સાથે પકડ્યા બાદ પોલીસે અન્ય આરોપી દેવાસિંગને પકડવા તજવીજ હાથ ધરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments