Tuesday, May 12, 2026
No menu items!
Google search engine
ઘરUncategorizedઘરેથી નીકળી ગયેલી  મહિલાનું પરિવાર સાથે સુખદ મિલન કરાવતી 181 અભયમ ટીમ...

ઘરેથી નીકળી ગયેલી  મહિલાનું પરિવાર સાથે સુખદ મિલન કરાવતી 181 અભયમ ટીમ મોરબી

181 મહિલા હેલ્પલાઇનમાં એક જાગૃત નાગરિક દ્વારા ફોન આવેલ કે એક અજાણી મહિલા ઘણા સમય થી એકલા બેઠા હોય અને પૂછપરછ કરતા સરખા જવાબ આપતા ના હોય તાત્કાલિક મદદ માટે 181 ટીમની જરૂર છે

માહિતી મળતા જ 181 અભયમ ટીમના કાઉન્સિલર પટેલ સેજલબેન , મહિલા કોન્સ્ટેબલ ખ્યાતિબેન તથા પાયલોટ રબારી વિરમભાઈ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા  જાગૃત નાગરિક જણાવેલ કે આ મહિલા લાંબા સમયથી એકલા બેઠા હોય તેમને પૂછવાના ઘણા પ્રયત્નો કરેલ પરંતુ કશું જણાવતા ના હોય ત્યારબાદ સૌપ્રથમ મહિલા ને ટીમ દ્વારા સાંત્વના આપી સંવેદનશીલતાપૂર્વક કાઉન્સિલિંગ કરતા તેઓ ક્યાં રહે છે ક્યાંથી આવ્યા વગેરે પૂછવાના ઘણા પ્રયત્નો બાદ  તેમના પરિવારનો સંપર્ક થતાં ટીમ ત્યાં પહોંચી તેમના પરિવારજનોને પૂછપરછ કરતા પરિવારજનોએ જણાવેલ કે મહિલા માનસિક અસ્વસ્થ છે ઘરેથી કોઈને જાણ કર્યા વગર અચાનક નીકળી ગયા હતા પરિવારજનોએ મહિલાની શોધખોળ માટે આસપાસના વિસ્તારોમાં તેમજ ઘણા લોકોને પૂછપરછ કરેલ પરંતુ ક્યાંય ખબર મળેલ નહીં જેના કારણે તેઓ પણ ચિંતિત હતા માટે ટીમ દ્વારા પરિવારને યોગ્ય સલાહ સુચન માર્ગદર્શન આપી મહિલાની યોગ્ય કાળજી રાખવા અને તબીબી સારવાર કરાવવાની સલાહ આપવામાં આવેલ

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments