Tuesday, May 12, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમાનસર-ખેવાળીયા રોડ પર ગાંડા બાવળોથી વાહનચાલકો પરેશાન, જંગલ કટીંગની માંગ

માનસર-ખેવાળીયા રોડ પર ગાંડા બાવળોથી વાહનચાલકો પરેશાન, જંગલ કટીંગની માંગ

મોરબી તાલુકાના માનસર થી ખેવાળીયા ગામને જોડતા ડામર રોડ પર ગાંડા બાવળોનું પ્રમાણ વધી જતાં વાહનચાલકો અને રાહદારીઓ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ અંગે માનસર ગ્રામ પંચાયત દ્વારા જિલ્લા પંચાયત કચેરીના નાયબ કાર્યપાલક ઇજનેર (બાંધકામ શાખા) ને લેખિત રજૂઆત કરવામાં આવી છે.

સરપંચ જિતેન્દ્ર પી. ઠોરીયા દ્વારા કરવામાં આવેલી રજૂઆતમાં જણાવ્યા અનુસાર, માનસર થી ખેવાળીયા સુધીના માર્ગ પર રોડની બંને બાજુ ગાંડા બાવળો ખૂબ જ વધી ગયા છે. જેના કારણે સામેથી આવતા વાહનો જોવા મળતા નથી અને વાહન ઓવરટેક કરવામાં પણ ભારે જોખમ ઊભું થાય છે. આ બાવળોને કારણે અકસ્માતનો ભય પણ સતાવી રહ્યો છે. આગામી ચોમાસાની ઋતુ શરૂ થાય તે પહેલાં આ માર્ગ પર જંગલ કટીંગની કામગીરી કરવામાં આવે માંગ કરાય છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments