Thursday, May 14, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiવાંકાનેર પીઆઈ બી.વી. પટેલની ટીમનો સપાટો: ગેરકાયદેસર ખનીજ વહન કરતા 4 વાહનો...

વાંકાનેર પીઆઈ બી.વી. પટેલની ટીમનો સપાટો: ગેરકાયદેસર ખનીજ વહન કરતા 4 વાહનો ઝડપાયા

વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર ખનીજનું વહન કરતા ખનીજ માફિયાઓ સામે પોલીસ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પીઆઈ બી.વી. પટેલની આગેવાની હેઠળ પોલીસે કુલ રૂ. 1.10 કરોડનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

રાજકોટ રેન્જના આઈજીપી નિર્લિપ્ત રાય, મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક એમ.એન. પટેલ તેમજ વાંકાનેર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક એસ.એચ. સારડા દ્વારા ગેરકાયદેસર ખનીજ ખનન અને વહન કરતા તત્વો સામે કડક કાર્યવાહી કરવા સૂચનાઓ આપવામાં આવી હતી. જે અનુસંધાને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ બી.વી. પટેલ તથા પીએસઆઈ ડી.વી. ખાંભલા અને સર્વેલન્સ ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન વાંકાનેર તાલુકા વિસ્તારમાંથી ગેરકાયદેસર રીતે તથા ઓવરલોડ ખનીજનું વહન કરતા વાહનો ઝડપાયા હતા. પોલીસે કબ્જે કરેલા વાહનોમાં GJ-13-AX-0892 નંબરનું અશોક લેલેન્ડ ડમ્પર, GJ-27-TD-2406 નંબરનું ટાટા ડમ્પર, GJ-03-BY-4694 નંબરનું અશોક લેલેન્ડ ટ્રક તથા GJ-11-W-9618 નંબરનું અશોક લેલેન્ડ ટ્રકનો સમાવેશ થાય છે. ચારેય વાહનો સહિત કુલ રૂ. 1 કરોડ 10 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. આ સમગ્ર કામગીરીમાં પીઆઈ બી.વી. પટેલ, પીએસઆઈ ડી.વી. ખાંભલા તથા સર્વેલન્સ ટીમના સ્ટાફે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments