મોરબી જિલ્લા કલેક્ટર તરીકે ફરજ બજાવતા કિરણ બી. ઝવેરીની નડિયાદ મ્યુનિસિપલ કમિશનર તરીકે બદલી થતા વિવિધ આગેવાનો અને સમાજના પ્રતિનિધિઓ દ્વારા તેમને શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે. આ અનુસંધાને મોરબીના આહિર સમાજના અગ્રણી સેવાભાવી તેમજ મોરબી જિલ્લા કિશાન મોરચાના અધ્યક્ષ ભરતભાઈ ડાંગરે કિરણ ઝવેરી સાહેબની રૂબરૂ મુલાકાત કરી શુભેચ્છાઓ પાઠવી હતી.
આ મુલાકાત દરમિયાન ભરતભાઈ ડાંગરે કિરણ ઝવેરીના મોરબી ખાતેના 27 મહિનાના કાર્યકાળની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, તેમના કાર્યકાળ દરમિયાન જિલ્લામાં અનેક પ્રજાલક્ષી અને વિકાસલક્ષી કાર્યોને ગતિ મળી હતી. ખાસ કરીને છેવાડાના માનવી સુધી સરકારની વિવિધ યોજનાઓનો લાભ પહોંચે તે માટે તેમણે સતત મહેનત કરી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કિરણ ઝવેરીએ વહીવટી કામગીરીમાં પારદર્શિતા અને જનસેવાને પ્રાથમિકતા આપીને લોકોમાં વિશ્વાસ ઉભો કર્યો હતો. તેમની નવી નિમણૂક માટે શુભકામનાઓ પાઠવી આગામી જવાબદારીમાં પણ સફળતા માટે શુભેચ્છા વ્યક્ત કરવામાં આવી હતી.











