Saturday, August 15, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી: જિલ્લા અધ્યક્ષ...

મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી: જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન સંપન્ન

મોરબી:દેશભરમાં જ્યારે આઝાદીના પર્વનો ઉત્સાહ છવાયેલો છે, ત્યારે મોરબી જિલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે દેશના ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ખૂબ જ ઉત્સાહભેર અને ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મોરબી જિલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી જયંતીભાઈ રાજકોટીયાના વરદ હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત સૌ હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ રાષ્ટ્રધ્વજને સલામી આપી રાષ્ટ્રગાનનું ગાન કર્યું હતું. સમગ્ર વાતાવરણ “ભારત માતા કી જય” અને “વંદે માતરમ”ના નારાઓ સાથે દેશભક્તિમય બની ગયું હતું. આ શુભ અવસરે દેશની આઝાદી માટે પોતાના પ્રાણોનું બલિદાન આપનાર વીર શહીદોને આદરપૂર્વક નમન કરી યાદ કરવામાં આવ્યા હતા.

આ રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી અરવિંદભાઈ વાંસદડીયા, શ્રી તપનભાઈ દવે, શ્રી ચતુરભાઈ મકવાણા સહિત જિલ્લાના વિવિધ હોદ્દેદારો, વરિષ્ઠ આગેવાનો તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments