Sunday, August 16, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiટંકારા-લતીપર રોડ પર ધર્મજીવન કોટનમાં જુગારધામ પર ટંકારા પોલીસનો દરોડો: 19 લોકો...

ટંકારા-લતીપર રોડ પર ધર્મજીવન કોટનમાં જુગારધામ પર ટંકારા પોલીસનો દરોડો: 19 લોકો ઝડપાયા

મોરબી ડેઈલી:મોરબી જિલ્લામાં શ્રાવણ માસના તહેવારને લઈને પોલીસ દ્વારા દારૂ અને જુગારની બદીને નેસ્તનાબૂદ કરવા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક મુકેશ પટેલ અને વાંકાનેર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સમીર સારડાના માર્ગદર્શન હેઠળ પોલીસે જુગારધામ પર સપાટો બોલાવ્યો છે.

ટંકારા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે.ડી.ઝાલાની સૂચનાથી પી.એસ.આઈ. એસ.એન.સગારકા, પી.એસ.આઈ. જે.કે.રાણા અને સર્વેલન્સ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. આ દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટરને અગાઉથી ખાનગી બાતમી મળી હતી કે, ટંકારા-લતીપર રોડ પર આવેલ ધર્મજીવન જીન (કોટન) નામના કારખાનાની ઓફિસમાં કલ્યાણપર ગામનો અક્ષયભાઈ રસીકભાઈ ગજેરા (પટેલ) પોતાના કબજા ભોગવટાવાળી ઓફિસમાં બહારથી માણસો બોલાવી ગેરકાયદેસર રીતે ગંજીપત્તા વડે પૈસાની હારજીતનો તીન પત્તીનો જુગાર રમાડી રહ્યો છે અને જુગારનો અખાડો ચલાવે છે.

આ ચોક્કસ હકીકતના આધારે પોલીસે રેડ કરતા ઓફિસમાંથી કુલ 19 ઈસમો જુગાર રમતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા રૂપિયા 1,30,000 અને 24 મોબાઈલ ફોન (કિંમત રૂ.

1,80,000) મળીને કુલ રૂપિયા 3,10,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ઝડપાયેલા તમામ ઈસમો વિરુદ્ધ જુગાર ધારા કલમ 4 અને 5 મુજબ ટંકારા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અક્ષયભાઈ રસીકભાઈ ગજેરા (ઉ.વ. 30, રહે. કલ્યાણપર ગામ, તા. ટંકારા)

હેમાંગકુમાર રજનીશભાઈ ભાગીયા (ઉ.વ. 21, રહે. સાધુ વાસવાણી રોડ, ગુલમોર રેસીડેન્સી શેરી નં. 4, રાજકોટ)

વિવેકભાઈ ગણેશભાઈ નમેરા (ઉ.વ. 30, રહે. હરબટીયારી ગામ, તા. ટંકારા)

યશભાઈ ઠાકરશીભાઈ ગજેરા (ઉ.વ. 28, રહે. સતનામ પાર્ક, મોરબી રોડ શેરી નં. 1, રાજકોટ)

પ્રફુલભાઈ અમરશીભાઈ ભાગીયા (ઉ.વ. 30, રહે. ગણેશપર ગામ, તા. ટંકારા)

સુભાષભાઈ ધીરજલાલ ડાકા (ઉ.વ. 35, રહે. શાસ્ત્રીનગર, દ્વારકેશ એપાર્ટમેન્ટ મકાન નં. 302, મોરબી)

દર્શનભાઈ મનસુખભાઈ ભાગીયા (ઉ.વ. 24, રહે. ગણેશપર ગામ, તા. ટંકારા)

ભાર્ગવભાઈ પ્રવિણભાઈ ભાગીયા (ઉ.વ. 25, રહે. મારૂતીનગર-1, કુવાડવા રોડ, રાજકોટ)

મીતેશભાઈ ગંગારામભાઈ નમેરા (ઉ.વ. 26, રહે. હરબટીયાળી, તા. ટંકારા)

હર્ષદભાઈ વેલજીભાઈ નમેરા (ઉ.વ. 29, રહે. હરબટીયાળી, તા. ટંકારા)

હાર્દીકભાઈ ભરતભાઈ ભાગીયા (ઉ.વ. 23, રહે. કુવાડવા રોડ, ડી માર્ટ, ક, રાજકોટ)

નીખીલભાઈ ભાવેશભાઈ નમેરા (ઉ.વ. 28, રહે. હરબટીયાળી, તા. ટંકારા)

રાજભાઈ રજનીકાંતભાઈ સંઘાણી (ઉ.વ. 26, રહે. હરબટીયાળી, તા. ટંકારા)

અભીષેકભાઈ લલીતભાઈ પીપળીયા (ઉ.વ. 22, રહે. પેડકરોડ, મારૂતીનગર-1, રાજજ્કોટ)

મેહુલભાઈ જગદીશભાઈ દુબરીયા (ઉ.વ. 34, રહે. મકરાણીશેરી, તા. ટંકારા)

કશ્યપભાઈ રસીકભાઈ પટેલ (ઉ.વ. 24, રહે. જયનગર, તા. ટંકારા)

વિશાલભાઈ નાગજીભાઈ ભાગીયા (ઉ.વ. 33, રહે. ગણેશપર, તા. ટંકારા)

આશીષભાઈ મુળજીભાઈ ભાગીયા (ઉ.વ. 30, રહે. ગણેશપર, તા. ટંકારા)

યુનીલભાઈ ત્રીભોવનભાઈ ભાગીયા (ઉ.વ. 35, રહે. ગણેશપર, તા. ટંકારા)

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments