તાજેતરમાં ૮૦મા સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે કોંગ્રેસના રાષ્ટ્રીય કાર્યાલય ખાતે યોજાયેલા કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે તથા સોનિયા ગાંધીની ઉપસ્થિતિમાં પવિત્ર રાષ્ટ્રગાન “વંદે માતરમ્”નું અપમાન કરવામાં આવ્યું હોવાના વિરોધમાં મોરબી જિલ્લા ભાજપ અને મોરબી જિલ્લા યુવા મોરચા દ્વારા સખત આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો છે. આ ઘટનાના વિરોધમાં મોરબી ખાતે એક વિશાળ “રેલી ” અને વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ દરમિયાન મોરબી જિલ્લા યુવા મોરચાના પ્રમુખ શ્રી જતીનભાઇ ફુલતરીયાએ આકરા શબ્દોમાં ઘટનાને વખોડી કાઢી હતી
અને માંગ કરી હતી કે “વંદે માતરમ્”ના થયેલા અનાદર બદલ કોંગ્રેસના નેતાઓ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી દેશની જનતાની બિનશરતી માફી માંગે.
મોરબી ભાજપ કાર્યાલયથી શનાળા બાયપાસ સુધી રેલી
આ વિરોધ પ્રદર્શન અંતર્ગત મોરબી જિલ્લા ભાજપ કાર્યાલયથી લઈને શનાળા બાયપાસ સુધી રેલી યોજવામાં આવી હતી. જેમાં કાર્યકરોએ હાથમાં કોંગ્રેસ વિરોધી લખાણ ધરાવતા બેનરો સાથે જોડાયા હતા અને દેશભક્તિના નારા લગાવી વિરોધ નોંધાવ્યો હતો.
અગ્રણીઓની ઉપસ્થિતિ
આ વિરોધ માર્ચમાં મોરબીના મેયર શ્રી ઉત્તમભાઈ સુરાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી જયંતીભાઈ પંડસુબીયા, ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ઉપાધ્યક્ષ શ્રી સુખદેવભાઇ દેલવાણીયા મોરબી જિલ્લા ભાજપના હોદ્દેદારો, યુવા મોરચાના હોદ્દેદારો, વિવિધ વોર્ડના કોર્પોરેટરશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં જિલ્લા ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.













