મોરબી ડેઈલી: 15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નિમિત્તે મોરબીના ‘સેવા એ જ સંપત્તિ’ના ફાઉન્ડર અજય લોરીયા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ લોકો પોતાના ઘરે રાષ્ટ્રધ્વજ ગૌરવભેર લહેરાવી શકે તે હેતુથી 15,000 તિરંગાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે. આ વિતરણ આવતીકાલે તારીખ 15/08/2026 ને શનિવારના રોજ સવારે 8:00 વાગ્યે સુપર માર્કેટ પાસે, શનાળા રોડ, મોરબી ખાતે કરવામાં આવશે. રાષ્ટ્રપ્રેમની ભાવના ઉજાગર કરતા આ સેવાકીય અભિયાન અંતર્ગત મોરબીના નાગરિકોને તિરંગો મેળવવા ઉપસ્થિત રહેવા જણાવાયું છે.











