Friday, May 15, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiઆવતીકાલે મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની યોજાશે

આવતીકાલે મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની યોજાશે

મોરબી જિલ્લામાં વહીવટી પ્રશ્નો અને નાગરિકોની ફરિયાદોના નિવારણ માટે યોજાતી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠકની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અગાઉ આ બેઠક 15 મે 2026 ના રોજ યોજાનાર હતી, પરંતુ અનિવાર્ય સંજોગોના કારણે હવે બેઠક નવી તારીખે યોજાશે.

મોરબી જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ કચેરી દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી મુજબ, જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક હવે તા. 16 મે 2026 ના રોજ સવારે 11:00 કલાકે કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે યોજાશે. આ બેઠકમાં જિલ્લા કક્ષાના વિવિધ વિભાગોના અધિકારીઓ અને પદાધિકારીઓ હાજર રહેશે. બેઠક દરમિયાન નાગરિકો દ્વારા રજૂ થયેલા ફરિયાદના પ્રશ્નોની સમીક્ષા તથા સુનાવણી કરવામાં આવશે. સાથે સાથે સંકલન સમિતિ હેઠળ લાંબા સમયથી પડતર રહેલા પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે ચર્ચા અને જરૂરી આયોજન હાથ ધરવામાં આવશે. નિવાસી અધિક કલેક્ટર દ્વારા બેઠકની નવી તારીખ અને સમય અંગેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments