Monday, May 18, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી મનપાના ડેપ્યુટી કમિશનર સંજય સોનીનું વોર્ડ નં. 8માં સઘન ચેકિંગ

મોરબી મનપાના ડેપ્યુટી કમિશનર સંજય સોનીનું વોર્ડ નં. 8માં સઘન ચેકિંગ

મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર સંજય સોની દ્વારા તારીખ 18/05/2026ના રોજ વોર્ડ નં. 8ની મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે વોર્ડના સફાઈ કર્મચારીઓની હાજરીની સઘન ચકાસણી કરી હતી. ત્યારબાદ અયોધ્યાપુરી મેઇન રોડ અને લાતી પ્લોટ પાસે આવેલ GVP પોઈન્ટની મુલાકાત લઈ સ્થળ પરની સ્વચ્છતા તેમજ વ્યવસ્થાની સમીક્ષા કરી જરૂરી સૂચનો આપ્યા હતા.

આ ઉપરાંત, લાતીપ્લોટ વિસ્તારમાં ડોર-ટુ-ડોર કચરા સંગ્રહની કામગીરીનું પ્રત્યક્ષ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ડેપ્યુટી કમિશનર દ્વારા નવા બસ સ્ટેશન તેમજ લાતીપ્લોટ ખાતે આવેલા જાહેર શૌચાલયોની પણ મુલાકાત લેવામાં આવી હતી અને ત્યાંની સફાઈ તેમજ સુવિધાઓની ઝીણવટભરી તપાસ કરાઈ હતી. આ ચેકિંગ દરમિયાન જાહેરમાં પાણીનો બગાડ કરતા તત્વો સામે લાલ આંખ કરીને સ્થળ પર જ દંડાત્મક કાર્યવાહી પણ કરવામાં આવી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments