Monday, May 18, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી મચ્છુ કઠીયા સઈ સુથાર દરજી જ્ઞાતિ દ્વારા 255 વિદ્યાર્થીઓને વિનામૂલ્યે ફૂલસ્કેપ...

મોરબી મચ્છુ કઠીયા સઈ સુથાર દરજી જ્ઞાતિ દ્વારા 255 વિદ્યાર્થીઓને વિનામૂલ્યે ફૂલસ્કેપ ચોપડાનું વિતરણ

મોરબી મચ્છુ કઠીયા સઈ સુથાર દરજી જ્ઞાતિ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ વિદ્યાર્થીઓને શિક્ષણ તરફ પ્રોત્સાહિત કરવાના આશયથી એક પ્રશંસનીય લોકઉપયોગી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તારીખ 17/05/2026 ને રવિવારના રોજ જ્ઞાતિના વિદ્યાર્થીઓ માટે વિનામૂલ્યે ફૂલસ્કેપ ચોપડા વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું.

લખધીરવાસ ચોક, આર્ય સમાજ સામે આવેલા દરજી જ્ઞાતિની વાડી ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં ધોરણ 1થી 12 તથા કોલેજમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને આવરી લેવામાં આવ્યા હતા. શિક્ષણ ક્ષેત્રે જ્ઞાતિના બાળકો આગળ વધે તેવા હેતુ સાથે આયોજિત આ કાર્યક્રમમાં કુલ 255 જેટલા દરજી જ્ઞાતિના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર લાભ લીધો હતો. આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે પ્રમુખ સહિત મોરબી દરજી જ્ઞાતિ ટ્રસ્ટીમંડળ અને યુવા કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી, તેમજ હાજર રહેલા જ્ઞાતિજનોએ પણ વ્યવસ્થા જાળવવામાં પૂરતો સહયોગ આપ્યો હતો.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments