મોરબી જિલ્લાના નવનિયુક્ત કલેક્ટરશ્રી સ્વપ્નિલ ખરે તથા મોરબી મહાનગરપાલિકાના નવનિયુક્ત કમિશ્નરશ્રી સંગીતાબેન રૈયાણી સાથે ટંકારા-પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ મુલાકાત કરી શુભેચ્છાઓ પાઠવી હતી.
મોરબી મહાનગરપાલિકાના નવનિયુક્ત કમિશ્નર સંગીતાબેન રૈયાણી સાથે યોજાયેલી મુલાકાત દરમિયાન શહેરના વિકાસલક્ષી મુદ્દાઓ, નાગરિક સુવિધાઓ તથા શહેરના સર્વાંગી વિકાસને લગતા વિવિધ વિષયો પર સૌહાર્દપૂર્ણ વાતચીત કરવામાં આવી હતી. શહેરના વિકાસને વધુ ગતિ મળે તે માટે સહકારપૂર્ણ અભિગમ સાથે ચર્ચા યોજાઈ હતી.
આ ઉપરાંત મોરબી જિલ્લાના નવનિયુક્ત કલેક્ટર સ્વપ્નિલ ખરે સાથે પણ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ શુભેચ્છા મુલાકાત કરી હતી. મુલાકાત દરમિયાન જિલ્લામાં ચાલી રહેલા વિકાસકાર્યો, પ્રજાહિતના પ્રશ્નો તેમજ વિવિધ જનસુવિધાઓને વધુ અસરકારક રીતે લોકો સુધી પહોંચાડવા અંગે સકારાત્મક ચર્ચા કરવામાં આવી હતી. ધારાસભ્યએ નવનિયુક્ત કલેક્ટર અને કમિશ્નરને શુભેચ્છાઓ પાઠવી તેમના સફળ અને જનહિતલક્ષી કાર્યકાળ માટે શુભકામનાઓ વ્યક્ત કરી હતી.












