Thursday, May 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsટંકારા પોલીસે ગણતરીના દિવસોમાં તમાકુની ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો : રૂ.3.63 લાખના...

ટંકારા પોલીસે ગણતરીના દિવસોમાં તમાકુની ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો : રૂ.3.63 લાખના મુદ્દામાલ સાથે બે ગિરફ્તાર

એજન્સીના તાળા તોડી તસ્કરોએ બાગબાન તમાકુની કરી હતી ચોરી, અન્ય એક ફરાર શખ્સની શોધખોળ

ટંકારા : ટંકારા ટાઉન વિસ્તારમાં આવેલી શ્રી રામ સેલ્સ એજન્સી નામની દુકાનમાં ગત તારીખ 17/05/2026 ના રોજ વહેલી સવારે તાળા તોડીને અજાણ્યા શખ્સોએ તમાકુના ડબ્બા ભરેલા કાર્ટુનની ચોરી કરી હતી. આ ઘટના અંગે ટંકારા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો સામે અનડિટેક્ટ ગુનો નોંધવામાં આવ્યો હતો અને પોલીસે આરોપીઓને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા.

આ બનાવમાં ટંકારા પોલીસ ઇન્સ્પેક્ટર જે.ડી. ઝાલા અને સર્વેલન્સ સ્ટાફે ટેક્નિકલ તેમજ હ્યુમન સોર્સની મદદથી તપાસ હાથ ધરી હતી. પોલીસે આજુબાજુના અને મોરબી શહેરના નેત્રમ સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસતા આ ચોરીમાં એક સફેદ રંગની સ્વિફ્ટ કાર (GJ-06-KP-3229) નો ઉપયોગ થયો હોવાનું સામે આવ્યું હતું. આ કાર અંગે સચોટ માહિતી મેળવીને પોલીસે છતર પોલીસ ચેકપોસ્ટ પાસેથી પસાર થતી કારને અટકાવી હતી.

કારની તલાશી લેતા અને પૂછપરછ કરતા રાજકોટના બે શખ્સો રવિભાઈ ભીખાભાઈ ચાઉ (ઉં.વ. 23, રહે. રાજકોટ હુડકો ચોકડી) અને રૂપેશભાઈ ચંદ્રકાંતભાઈ સંચાણીયા (ઉં.વ. 29, રહે. રાજકોટ કોઠારીયા મેઇન રોડ) ની અટકાયત કરવામાં આવી હતી. પોલીસે તેમની પાસેથી 16 નંગ બાગબાન તમાકુના ડબ્બા (કિંમત રૂ. 53,920), ચોરીમાં વપરાયેલી સ્વિફ્ટ કાર (કિંમત રૂ. 3,00,000) અને 2 મોબાઈલ ફોન (કિંમત રૂ. 10,000) મળીને કુલ 3,63,920 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે.

આ મામલે પોલીસે ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ 305, 331(4) અને 54 મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત, આ ચોરીના ગુનામાં સંડોવાયેલા અન્ય એક ફરાર આરોપી સુરેશભાઈ અશોકભાઈ ગવડીયા (રહે. રાજકોટ કોઠારીયા મેઇન રોડ) ને ઝડપી પાડવાની તજવીજ પણ પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહી છે.

આ કામગીરીમાં શ્રી જે.ડી.ઝાલા પોલીસ ઇન્સ્પેકટર તથા ટંકારા પો.સ્ટે.ના સર્વેલન્સ સ્ટાફના સ્ટાફના માણસો જોડાયેલ હતાં.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments