મોરબીના ભડિયાદ રોડ પર આવેલ વિન્ટેઝ કારખાનાની પાસે રહેતી ૧૦ વર્ષીય પ્રિયંકાકુમારી સુનિલકુમાર રામ તા.રર મેના રોજ સવારે ઘરેથી નીકળ્યા બાદ ગુમ થઈ ગઈ છે. ઘટનાની જાણ થતા મોરબી બી ડિવિઝન પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. બાળકી અંગે કોઈ માહિતી મળે તો પરિવારજનો અને પોલીસનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.
મોરબી શહેરના ભડિયાદ રોડ પર આવેલા વિન્ટેઝ કારખાનાની પાસે રહેતી ૧0 વર્ષીય પ્રિયંકાકુમારી સુનિલકુમાર રાજેશભાઇ રામ તા.૨૨/૦૫/૨૦૨૬ના રોજ સવારે અંદાજે ૧૧ વાગ્યાના સુમારે ઘરેથી નીકળ્યા બાદ ગુમ થઈ ગઈ હોવાનું સામે આવ્યું છે. બાળકી મૂળ બિહાર રાજ્યના સિતામવાડી જીલ્લાના બાજપટ્ટી તાલુકાના કાયાડીપુર ગામની રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. ગુમ થયેલ બાળકી ઘઉંવર્ણની છે અને અંદાજે ૪ ફૂટ ઊંચાઈ ધરાવે છે. તેણીએ લાલ રંગનું અડધી બાઇનું ફ્રોક તથા લાલ રંગની લેગીઝ પહેરેલી હોવાનું જણાવાયું છે. પરિવારજનોએ આસપાસમાં શોધખોળ કર્યા છતાં કોઈ પત્તો ન લાગતા પોલીસને જાણ કરવામાં આવી હતી.
બનાવ અંગે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. જેમાં પોલીસ ઇન્સ્પેક્ટર જે.ડી. સરવૈયાની આગેવાની અને માર્ગદર્શન હેઠળ ટીમ દ્વારા બાળકીની શોધખોળ હાથ ધરાઈ છે. બાળકી અંગે કોઈપણ માહિતી મળે તો ગુમ થયેલ બાળકીના પિતા સુનિલકુમારનો મોબાઇલ નંબર ૯૧રર૧ ૧૮૬૪૧, તપાસ કરનાર અધિકારી પીઆઇ જે.ડી.સરવૈયા મોબાઇલ નંબર ૮ર૦૦ર ૦૬૮૪૪, મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન નંબર ૬૩૫૯૬ ૨૬૦૪૮ અથવા મોરબી જીલ્લા પોલીસ કંટ્રોલ રૂમ નંબર ૦૨૮૨૨-૨૪૩૪૭૮ ઉપર સંપર્ક કરવા જાહેર અપીલ કરવામાં આવી છે.











